શિવ મંદિરમાં મહા શિવરાત્રી નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-23 15:30:37
  • Views : 384
  • Modified Date : 2020-02-23 15:30:37

શિવ મંદિરમાં મહા શિવરાત્રી નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો

કાંકરેજ તાલુકાના આકોલી ગામના શિવ મંદિરમાં મહા શિવરાત્રી નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ ઉપસ્થિત રહી ભજન સત્સંગનો લાભ લીધો હતો. જેમાં શિવ શંકર ભગવાનના મહંત શ્રી રાજુગીરી ભેમગીરી ગૌસ્વામી, રાધા કૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોષી  સરપંચ ગાંડાજી વાઘેલા, પૂર્વ સરપંચ વિજુભા રણજીસિંહજી, પૂર્વ ડેપ્યુટી સરપંચ બનેસિંહ, બચુભા, બી.કે. વાઘેલા, ભારમલ ભગત, ડેપ્યુટી 

સરપંચ, મદારસિંહ ઝાલા, ડાયાભાઇ નાયી, રમેશજી ગમાજી તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા શિવ મંદિરમાં મહા આરતી પૂજા કરવામાં આવી હતી. ત્યારે બિલી પત્ર, પંચામૃત, ફૂલ,દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને રાત્રે ૧૨ વાગે શંખનાદ કરી મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન શ્રી ભોળાનાથ શંભુની મહાઆરતી યોજાઇ હતી. ત્યારે ભાંગનો પ્રસાદ ધરાવ્યો હતો. જોકે પ્રથમ શિવજીના ચરણોમાં સમર્પિત કરી ભક્તોને હથેળીમાં ભાંગનો પ્રસાદ વહેંચવામાં આવે છે ત્યારે લોકો પ્રસાદ લઈ ધન્યતાનો અનુભવ કરતા હોય છે. આમ આકોલી શિવ મંદિરમાં હર હર મહાદેવ જય ભોલેનાથના નાદથી શિવાલયો ગૂંજી ઉઠયા હતા. ત્યારે ભક્તો દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી.


Download Our B K News Today App



Related News