પાલનપુર તાલુકાના ભડથ નજીકથી રોયલ્ટી ચોરી કરતાં 6 ડમ્પર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 11:05:53
  • Views : 459
  • Modified Date : 2020-07-02 11:05:53

ખાણ અને ખનીજ વિભાગ પાલનપુર દ્વારા બુધવારે ડીસાની બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરી જતા છ ડમ્પરને ભડથ નજીકથી ઝડપી પાડી રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. બનાસ નદીમાંથી દિન-પ્રતિદિન ખનીજ ચોરો દ્વારા કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ જ ડીસા ડીવાયએસપી દ્વારા ત્રણ ડમ્પર અને બે ટ્રેક્ટર સહિત પાંચ વાહનોને જપ્ત કરી રૂપિયા 40 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, બુધવારે વહેલી સવારે બનાસકાંઠા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ઓચિંતી ડીસાના ભડથ નજીક ચેકીંગ હાથ ધરતાં જીજે-08-એયુ-3313, GJ-01-CY-1982, RJ-46-GA-3276, RJ-46-GA-2971, RJ-46-GA-2105 અને RJ-46-GA-1982 ને રોકાવી તપાસ કરતાં રોયલટી ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું.  આથી ખાણ અને ખનિજ વિભાગ દ્વારા રૂપિયા 1.20 કરોડના મુદામાલ સાથે છ ડમ્પરને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી રૂપિયા 9.50 લાખનો દંડ વસૂલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News