ભાભર-દિઓદર હાઇવે પર 3 દૂકાનોના તાળાં તૂટ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 11:46:40
  • Views : 523
  • Modified Date : 2020-07-02 11:46:40

ભાભર-દિયોદર હાઇવે ઉપર આવેલ ન્યુ એપીએમસીના શોપિંગના બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરમાં મંગળવારની રાત્રે તસ્કરોએ ૩ દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોને કશું હાથ ન લાગ્યું હતું. અગાઉ ભાભરના  વડાણાના મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે મંગળવારે રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા ભાભર-દિઓદર હાઇવે બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરની 3 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી. બુધવાર વહેલી સવારે પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનોમાં તપાસ કરતાં કંઇ ચોરાયું ન હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

Download Our B K News Today App



Related News