બેંગલુરુ જતી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી સદનસીબે મુસાફરો સુરક્ષિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-18 15:27:32
  • Views : 383
  • Modified Date : 2020-02-18 15:27:32

અમદાવાથી બેંગલુરુ જતી ગો એર ફ્લાઈટમાં આગ લાગવાની ઘટના બની હતી.જેમાં ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલા જ જમણી બાજુના એંજિનમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યાં હતા. જો ફ્લાઈટ ટેકઓફ થઇ ગઈ હોત અને હવામાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ સદનસીબે ઘટના બનતા અટકી ગઈ હતી.ગો એરના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે ગો એર ફ્લાઇટ G8 802ના જમણા એન્જિનમાં ટેકઓફ દરમિયાન એક સામાન્ય આગ લાગી હતી. જેને કાબૂમાં લઈ લેવામાં આવી છે. ફ્લાઈટ પર સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને કોઈપણ ઇમરજન્સી સ્થળાંતર જરૂર પડી ન હતી. વિમાનને રન-વેથી બાંધી દેવામાં આવ્યું છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારા માટે મહત્વની છે અને એરલાઇન તમામ મુસાફરોને પડેલી મુશ્કેલી અને અસુવિધા બદલ દિલથી અફસોસ કરે છે.

Download Our B K News Today App



Related News