એક્ટિવા ખરીદતા પહેલા જાણી લેજો , કંપનીએ કરી મોટી જાહેરાત, જાણો તમારા પર શું પડશે અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 14:43:17
  • Views : 303
  • Modified Date : 2022-04-10 14:43:17

 

લોકપ્રિય બનેલા એક્ટિવાની કંપનીમાં વધારો

એક્ટિવા 125 અને એક્ટિવા 6જીના ભાવમાં વધારો

બન્ને મોડલ થયા 500 અને 1000 રુપિયા મોંઘા 

 

જો તમે નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. હોન્ડા 2વ્હીલર ઇન્ડિયાએ પોતાના લોકપ્રિય સ્કૂટર એક્ટિવા 125 અને એક્ટિવા 6જીની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 

એક્ટિવા 125માં 500 અને એક્ટિવા 6જીના ભાવમાં 1000 રુપિયાનો વધારો કરાયો છે અને નવી કિંમતો 1 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે. આ વધારા બાદ હવે હોન્ડા એક્ટિવા 6જીની કિંમત 71,432 રૂપિયાથી શરૂ થશે અને એક્ટિવા 125ની કિંમત 74,989 રૂપિયાથી શરૂ થશે.

 

સ્કૂટર લુક કે ફીચરમાંમાં કોઈ ફેરફાર નહીં 
એક્ટિવા 6જી અને એક્ટિવા 125ની નવી કિંમત કિંમત વધવાની સાથે કંપનીએ સ્કૂટર લુક કે ફીચરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

જાણો એક્ટિવાના તમામ મોડલના ભાવ 

એક્ટિવા 6G સ્ટાન્ડર્ડઃ જૂની કિંમત ₹71,432 (નવી કિંમત ₹70,599)
એક્ટિવા 6G ડિલક્સ: જૂની કિંમત ₹73,177 (નવી કિંમત ₹72,345)
એક્ટિવા 125 ડ્રમ: જૂની કિંમત ₹74,898 (નવી કિંમત ₹74,157)

એક્ટિવા 125 ડ્રમ એલોય: જૂની કિંમત ₹78,657 (નવી કિંમત ₹77,725)
એક્ટિવા 125 ડિસ્ક: જૂની કિંમત ₹82,162 (નવી કિંમત ₹81,280)
એક્ટિવા 125 લિમિટેડ એડિશન ડ્રમ: જૂની કિંમત ₹79,657 (નવી કિંમત ₹78,725)
એક્ટિવા 125 લિમિટેડ એડિશન ડિસ્ક: જૂની કિંમત ₹83,162 (નવી કિંમત ₹82,280)

 

 

Download Our B K News Today App



Related News