સામાન્ય સભા પૂર્વે ભાજપના નગરસેવકે અધિકારીને ફડાકા ઝીંકીને લાતો ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 12:04:58
  • Views : 626
  • Modified Date : 2020-08-21 12:04:58

      જામ્યુકોની સામાન્ય સભા પૂર્વે ભાજપના નગરસેવકે ટાઉન હોલના પટાંગણમાં જ અધિકારીને ફડાકા ઝીંકી લાતો ફટકારતા ચકચાર જાગી છે. નગરસેવકે માર મારવાની સાથે બેફામ ગાળો ભાંડતા અધિકારીએ સીધી ચાલતી પકડી હતીસામાન્ય સભા પૂર્વે ટાઉન હોલના પટાંગણમાં ભાજપના નગરસેવક પહોંચ્યા હતાં બરોબર તે સમયે મનપાની હાઉસટેકસ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યા હતાં. આ સમયે અચાનક ભાજપના નગરસેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેકસના અધિકારીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. અધિકારીએ ફડકા ઝીંકી લાતો ફટકારી હતી. પટાંગણમાં ઉપસ્થિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, નગરસેવકોમાં સન્નાટો પ્રસરી ગયો હતો. ભાજપના નગરસેવક અને હાઉસટેકસના અધિકારી વચ્ચે કોઇ કારણોસર અંગત ખટરાગ હોય આ બનાવ બન્યો હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News