પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલાં જ યુવરાજસિંહની તબિયત લથડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-20 11:32:54
  • Views : 243
  • Modified Date : 2023-04-20 11:32:54


ડમી ઉમેદવાર કાંડમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પોલીસ સમક્ષ જવાબ આપવા હાજર થાય તે પહેલા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી હતી. ભાવનગર SOG પાસેથી 10 દિવસનો સમય માગ્યો છે. મહત્વનું છે કે, તોડકાંડમાં હાજર થવા માટે યુવરાજસિંહને સમન્સ અપાયું હતું.


યુવરાજસિંહના પત્નીએ ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે યુવરાજસિંહની તબિયત અચાનક લથડી હોવાનું કારણ આપ્યું હતું. ડમીકાંડ કૌભાંડનો ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું છે. આજે સવારે તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા. અને જે સવાલ પૂછશે તેનો જવાબ આપીશ. પોતાનો પક્ષ રજૂ કરીશ તેવો દાવો પણ કર્યો હતો. જોકે બાદમાં યુવરાજસિંહની પત્નીએ ટ્વિટ કરી યુવરાજસિંહની તબિયત બગડી હોવાનું કહ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, ડમી ઉમેદવાર કાંડમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પોલીસ સમક્ષ જવાબ આપવા હાજર થવાનું હતું, તે પહેલા જીએસટીવી સાથે તેમણે ખાસ વાતચીત પણ કરી હતી. અને નિષ્પક્ષ રીતે તપાસ થાય તો ડમી ઉમેદવાર કાંડનો રેલો મોટા નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.


Download Our B K News Today App



Related News