ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરતા વિદ્યાર્થીઓ પર મધમાખીઓનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-04 18:07:20
  • Views : 23
  • Modified Date : 2025-05-04 18:07:20

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેમાં ૩૫થી વધુ વિદ્યાર્થીઓ પર મધમાખીએ ડંખ મારતાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાે કે, વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળતાં હાલ તમામ વિદ્યાર્થી સુરક્ષિત અને સ્થિર હાલતમાં છે.

મળતી માહિતી અનુસાર, ગિરનાર પર્વતમાં ટ્રેકિંગ કરતાં વિદ્યાર્થીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. પાજ નાકાં પુલ નજીક જાેગણીયા ડુંગર પર બાળકો પર મધમાખીઓએ હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી. ટ્રેકિંગ દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડતા ૩૫ વધુ બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ભવનાથ તળેટીમાં પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે, મધમાખીના હુમલાની ઘટનામાં ૩૫થી વધુ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. કોઈ પણ બાળકની સ્થિતિ ગંભીર નથી. મધમાખી કરડતા કિસ્સાઓમાં દર્દીને મધમાખીને ડંખથી શરીરમાં થતી બળતરા ને રાહત મળે તે માટે ઇન્જેક્શન તેમ જ દવાઓ આપવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News