એક હાથ નથી છતાં બે હાથ જેવું જ ટાઈપિંગ કરવાનું કૌશલ્ય ધરાવતો કૌશલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 13:05:23
  • Views : 372
  • Modified Date : 2020-03-02 13:05:23

 શહેરમાં ડિપ્લોમા ઈજનેરીમાં અભ્યાસ કરતો 17 વર્ષનો કૌશલ વાઘેલા ખરેખર અલગ અલગ કૌશલ્ય ધરાવે છે. કૌશલને જન્મજાત ખામીને કારણે કોણીથી હાથ વિકસિત થયો નથી. હાથની આ ખામીએ તેને જીવનમાં આગળ વધતા અટકાવ્યો નથી. ધો.10માં 80 ટકા મેળવી તે ડિપ્લોમા કરી રહ્યો છે અને લેપટોપમાં ટાઈપિંગ પણ તે બંને હાથોથી સારી ઝડપે કરી શકે છે. કૌશલે કહ્યું હતું કે, તે પહેલા એક હાથે ટાઈપિંગ કરતો અને પછી ધીરે ધીરે બીજો હાથ પણ ઉપયોગમાં લેતા શીખ્યો હવે તે મોટાભાગના કામ બંને હાથોથી કરી શકે છે તેથી ખામી છે તેવું ક્યારેય મહેસૂસ નથી થતું. તે સાઇકલ પણ ચલાવી લે છે અને બાઈક શીખીને લાઇસન્સ મેળવવાની મહેચ્છા ધરાવે છે.

Download Our B K News Today App



Related News