રિક્ષા ઉપર લગાવેલા બાજના સ્ટીકર પરથી પોલીસે બે ઘરફોડિયા ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 12:53:25
  • Views : 429
  • Modified Date : 2020-03-17 12:53:25

મોઢેરા રોડ પર દુકાનનું તાળું તોડી રૂ.10 હજારની ચોરી કરનારા બે ચોરો રિક્ષા પાછળ લગાવેલા બાજના સ્ટીકરને આધારે મહેસાણા તાલુકા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. સીસીટીવી કેમેરામાં આવેલી રિક્ષાને આધારે બંને ચોરો સુધી પહોંચેલી પોલીસના કહેવા મુજબ આ બંને ચોરો મોઢેરા રોડ પર અન્ય બે ચોરીઓને પણ અંજામ આપ્યો હતો. મોઢેરા રોડ પર શ્યામવિહાર બંગલોઝમાં રહેતા જગજીવન ડોસરાજદાસ પટેલની દુકાનમાં ગત 13 માર્ચે રાત્રે 3 વાગ્યાની આસપાસ ચોરી થઇ હતી. મહેસાણા તાલુકા પીઆઇ આર.આર. ત્રિવેદી, પીએસઆઇ ડી.એમ. વાંઝા, એએસઆઇ ગુલાબસિંહ, હેકો. સાબીરખાન, ગીલુસિંહ, દિનેશગીરીએ આસપાસની દુકાનોની સાથે મોઢેરા રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતાં રિક્ષાની પાછળ લાગેલા બાજના સ્ટીકરના આધારે હાથ ધરેલી તપાસમાં રિક્ષા માલિક સુધી પોલીસ પહોંચી હતી. જોકે, રિક્ષા અન્યને વેચી હોવાની જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસ કરી ચિત્રોડીપુરા પાટિયા પાસેથી રિક્ષા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં તે પ્રકાશ જગદીશ મણિલાલ રાવળ (રહે. વિસનગર સવાલા દરવાજા, મૂળ ઉનાવા) અને ચિરાગ ભીખાભાઇ રાવળ (રહે. વિસનગર દરબાર રોડ, કન્યા શાળાની પાસે, મૂળ મીઠાધરવા, તા.ચાણસ્મા) હોવાનું અને આ ચોરી બંનેએ કરી હોવાનું ખુલ્યું હતું.

Download Our B K News Today App



Related News