આધાર કાર્ડની કોપી કોઈને આપતા પહેલા સાવધાન! પ્રાઈવસીને લઈને કેન્દ્રએ જાહેર કરી ગાઈડલાઇન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 13:41:24
  • Views : 254
  • Modified Date : 2022-05-29 13:41:24


 


જાણો શું છે માસ્ક્ડ આધાર


સરકારનું કહેવુ છે કે નાગરિકોએ કોઈ પણ સંસ્થાને આધાર કાર્ડની ફોટોકૉપી ના આપવી જોઈએ. કારણકે તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. જેની જગ્યાએ તમે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરી શકો છો. માસ્ક્ડ આધારમાં તમારી 12 ડિઝીટનો આખો આધાર નંબર દેખાતો નથી. પરંતુ તેમાં આધાર નંબરના માત્ર છેલ્લાં 4 નંબર દેખાય છે. જેને તમે ઑનલાઈન પણ પ્રાપ્ત કરી શકો છો. 


 


ખાનગી સંસ્થાઓ નહીં રાખી શકે તમારું આધાર


ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે તેની નોટીસમાં પણ સ્પષ્ટ કર્યુ છે કે ગેરકાયદેસર લાયસન્સ ધરાવતી ખાનગી સંસ્થાઓ તમારું આધાર કલેક્ટ કરી શકતી નથી અને પોતાની આજુબાજુ પણ રાખી શકતી નથી. જેમાં લાઈસન્સ વગરના હોટલ અને સિનેમા હૉલ સામેલ છે. માત્ર આવી ખાનગી સંસ્થાઓ તમારા આધાર કાર્ડની કૉપી મેળવી શકે છે, જેણે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી આધાર માટે યુઝર લાઈસન્સ પ્રાપ્ત કર્યુ છે.


 


કેવીરીતે ડાઉનલોડ કરો Masked Aadhaar


જો તમે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરવા માગો છો તો તમે UIDAIની વેબસાઈટ પર જઇને 'Do You Want a Masked Aadhaar' નો વિકલ્પ પસંદ કરી શકો છો. અહીં જરૂરી માહિતી ભરીને માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરી શકાય છે. સિવાય Digi Locker અને mAadhaar નો પણ વિકલ્પ છે. 


 


 


Download Our B K News Today App



Related News