WhatsApp પર ગમે તે મેસેજ ફોરવર્ડ કરતા પહેલા ચેતી જજો! કંપનીએ 19 લાખથી વધારે એકાઉન્ટ કર્યા BAN

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 14:23:03
  • Views : 251
  • Modified Date : 2022-07-02 14:23:03


ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ WhatsAppએ મે મહિનામાં અમુક લાખ ભારતીય એકાઉન્ટ્સને બેન કરી દીધા છે. એપ પર મહિને નવા આઈટી નિયમો હેઠળ રિપોર્ટ રિલીઝ કરી તેની જાણકારી આપવામાં આવી છે. મે મહિનાના રિપોર્ટમાં એપે જણાવ્યું છે કે તેને પ્લેટફોર્મ પર 19 લાખથી વધારે ભારતીય એકાઉન્ટ્સને બેન કરી દીધા છે. 


આ એકાઉન્ટ્સને પ્લેટફોર્મની ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે બેન કરવામાં આવ્યો છે. નવા રિપોર્ટમાં 1 મે 2022થી 31 મે 2022 સુધી ડેટા શામેલ છે. 


WhatsAppએ જણાવ્યું કારણ 
WhatsApp
ના સ્પોકપર્સનને આ મામલામાં જણાવ્યું, 'IT Rules 2021 અનુસાર અમે મે 2022 માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર લેવામાં આવેલા એક્શનની ડિટેલ્સ શામેલ છે.'


'સાથે જ WhatsAppએ પોતે પણ પ્લેટફોર્મના દુરઉપયોગને રોકવા માટે ઘણા પગલા ભર્યા છે. ગયા મહિને એટલે કે મેમાં એપે 19 લાખથી વધારે વોટ્સએપ એકાઉન્ટસને બેન કર્યા છે. '


આ કોઈ પહેલી વખત નથી. જ્યારે વોટ્સએપે એકાઉન્ટ્સને બેન કર્યું છે. એપ દર મહિને એક યુઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કરે છે. જેમાં પ્લેટફોર્મના દુષ્પ્રયોગને રોકવા માટે ઉઠાવેલા પગલાની ડિટેલ્સ હોય છે. 


શું તમે પણ કરી શકો છો આ કામ? 
WhatsApp
એ પહેલા જ સ્પષ્ટ કહી દીધુ હતું કે તેના પ્લેટફોર્મ પર કંપનીની પોલિસી અને ગાઈડલાઈન્સ ફોલો નહીં કરનાર યુઝર્સને બેન કરવામાં આવે છે. એપ એ યુઝર્સના એકાઉન્ટને બેન કરે છે. જે ખોટી જાણકારી, ફેક ન્યૂઝ અથવા અનવેરિફાઈડ મેસેજ ફોર્વર્ડ કરે છે. 


આ પ્રકારની વસ્તુઓને રોકવા માટે એપ ઘણા બીજા પગલા ભરી રહી છે. મેસેજીંગ પ્લેટફોર્મ આવા મેસેજને પણ માર્ક કરે છે જે ઘણી વખત ફોર્વર્ડ કરવામાં આવે છે. હવે તમારે એપ પર આવા મેસેજની સાથે મલ્ટી પલ ટાઈમ્સ ફોર્વર્ડનું લેબલ મળશે. 


BAN જલ્દી હટાવી શકશો તમે 
આ ઉપરાંત WhatsApp ટૂલ્સ અને રિસોર્સ માટે પણ એવી વસ્તુઓને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં જ આવેલા રિપોર્ટની માનીએ તો જલ્દી જ યુઝર્સને વોટ્સએપ પર એક નવું ફિચર મળશે. 


તેના કારણે તમે પોતાના એકાઉન્ટ્સથી બેન હટાવવાની રિક્વેસ્ટ કરી શકશો. જો યુઝર્સનું એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું છે તો તેનું એકાઉન્ટ રિસ્ટોર કરી દેવામાં આવશે. 


 


Download Our B K News Today App



Related News