નદીના તટમાં બોલાવી બે બહેનો પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:30:41
  • Views : 978
  • Modified Date : 2020-03-12 11:30:41

ડીસાના ચંદાજી ગોળીયા ગામની બનાસ નદીના તટમાં મંગળવારે મોડી સાંજે ઘાડા ગામના બે શખ્સોએ બે સગી બહેનો પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. આ અંગે ભોગ બનનાર કિશોરીએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના કિનારે રહેતાં ખેડૂત પરીવારની 16 વર્ષિય દીકરી સાથે ઘાડા ગામના સતીષ દરબારે મિત્રતા કેળવી હતી. કિશોરી તેમજ શખસ અવાર-નવાર વાતચીત કરતાં હતાં. ત્યારે ધૂળેટીની મોડી સાંજે શખસે કિશોરીને બનાસ નદીના તટમાં મળવા માટે બોલાવી હતી. જેથી રાત્રે અંધારું હોઇ કિશોરીએ તેની સાથે 14 વર્ષિય તેની નાની બહેનને સાથે લઇ ગઇ હતી. જે દરમિયાન સતીષ દરબારે કિશોરીને કહેલ કે તારી બહેને મારા મિત્રને રાજી કરવો પડશે તેમ કહેતાં બન્ને બહેનો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં બન્ને શખ્સોએ દુષ્કર્મ આચરી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.કિશોરીએ ઘાડા ગામના સતીષ દરબાર અને અજમલસિંહ દરબાર સામે ફરિયાદ નોંધાવતાં આ કેસની વધુ તપાસ પીઆઇ એમ.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News