શિયાળામાં બટેટા ખાવાથી થાય છે અઢળક લાભ, બ્લડ પ્રેશરની બીમારીથી મળશે રાહત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:15:55
  • Views : 514
  • Modified Date : 2020-01-02 16:15:55

 શિયાળામાં બટેટા ખાવાથી થાય છે અઢળક લાભ, બ્લડ પ્રેશરની બીમારીથી મળશે રાહત

બટેટા એક એવું શાક છે જે લગભગ દરેક શાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે પછી વટાણા બટેટા હોય કે ભીંડા બટેટા તેનાથી અનેક ટેસ્ટી નાસ્તા પણ બનાવી શકાય છે. આજ કારણ છે બટેટા દુનિયાભરમાં લોકો ખુબ ખાય છે. પરંતુ શુ તમે જાણો છો કે શિયાળામાં બટેટા ખાવાથી અઢળક ફાયદા થાય છે તો આવો જાણીએ.

– બટેટા બ્લડ પ્રેશરના સ્તરને યોગ્ય રીતે મેનટેન કરવામાં મદદ કરે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે બટેટા હેલ્ધી રેસીપી બનાવીને ખાઇ શકાય છે. એવું ન હોય કે બટેટાના ફાયદા જાણી તમે ફ્રાઇજ અને નાસ્તો કરવાનું શરૂ કરી દો. બટેટામાં ક્લોરોજેનિટ એસિડ અને એન્થોસિયાનિન્સ હોય છે જે હાઇ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

– એક અભ્યાસ અનુસાર, બટેટામાં કેરોટીનોયડ્‌સ, ફ્‌લેવનોયજડ્‌સ અને ફિનોલિક એસિડ જેવા એન્ટી-ઓક્સીડેન્ટસ હોય છે જે શરીરથી ફ્રી રેડિકલ્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. તેનાથી કેન્સર અને હૃદયની બીમારીઓ દૂર થાય છે.

– બટેટા કમજોર યાદશક્તિને સારી કરવામાં મદદ કરે છે. અને મૂડ પણ સારો કરે છે. તેમા રહેલા કોલિન નામના પોષક તત્વ આ કાર્યોમાં મદદ કરે છે. તે સિવાય મગજના વિકાસ થવામાં પણ મદદ કરે છે.

– બટેટા ત્વચાને સૂરજની પેરાબેંગની કિરણોથી બચાવવામાં મદદ કરે છે અને ચહેરાના ડાઘ-ધબ્બા પણ ઓછા કરે છે. તેમા કોલેજન હોય છે. જેને ત્વચાનો સપોર્ટ સીસ્ટમ માનવામાં આવે છે સાથે જ વિટામીન સી હોય છે. જે સ્કિનને પ્રોટેક્ટિવ એન્ટી-ઓક્સિડેન્ટનું કામ કરે છે. 


Download Our B K News Today App



Related News