ગુજરાત કૃષિ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે પરંતુ ડીસાના જગવિખ્યાત બટાટાએ વેપારીઓ અને ખેડૂતોને કર્યા પાયમાલ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-06 10:58:09
- Views : 924
- Modified Date : 2019-07-06 10:58:09
ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રની સાથે કૃષિ ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, કેમિકલ અને ફાઉન્ડ્રી ઉદ્યોગનો વિકાસ થયો છે. આમ વિકસેલા ઉદ્યોગ-ધંધા જે-તે જિલ્લા કે શહેરની ઓળખ બન્યું છે. જેમ કે હીરા ઉદ્યોગના લીધે સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ મિલોને લીધે અમદાવાદ માન્ચેસ્ટર સિટી અને રાજકોટ ફાઉન્ડ્રી હબ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે આવી જ એક નવી ઓળખ મેળવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું ડીસા શહેરે આ ડીસા શહેરને બટાકા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીસા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી કરવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે બટાકાના ઉત્પાદનના મામલે મોખરાનું સ્થાન મેળવ્યું છે. પરંતુ શુ તમે એ નહીં જાણતા હોય કે આ ઓળખ સમા બટાટાના કારણે છેલ્લાં ૩ વર્ષમાં ૨૦ જેટલા ખેડૂતો અને વેપારીઓ આત્મહત્યા કરી ચુક્યા છે.
બનાસકાંઠામાં ડીસાની ઓળખ એટલે બટાકાનગરી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ડીસાની ઓળખસમા આ બટાટા જ લોકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત બટાટામાં મંદીના કારણે અનેક લોકો
પાયમાલ બન્યા છે. ૧૫ જેટલા લોકો આત્મહત્યા કરી ચુક્યા છે અને કેટલાંય લોકો સતત મંદી, દેવું અને લેણદારોથી બચવા માટે ઘર છોડીને નાસી ગયા છે. જી હા આ વાત છે બનાસકાંઠાના ડીસા શહેરની. જ્યાં થતા બટાટા માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં પ્રખ્યાત છે. ડીસાના બટાકા ક્વોલિટી અને હેક્ટરદીઠ ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે છે. કારણકે ડીસાના ખેડૂતો હાઈડેન્સિટી પ્લાનિંગ ઓછા ગાળે વાવેતર, ટેકનોલોજીનો ઉપયોગ તેમજ પૂરતી માવજત કરવામાં માહેર હોવાના કારણે અહીંના ગુણવત્તાયુક્ત બટાકા ભારતભરમાં વખણાય છે. અગાઉ બટાકામાં સારા ભાવ મળતા હોવાના કારણે છેલ્લાં દસ વર્ષમાં સતત બટાકાનું ઉત્પાદન વધ્યું છે અને દસ વર્ષમાં બટાકાનું વાવેતર અઢી ગણું વધી ગયું છે. ૨૦૦૯ માં બનાસકાંઠા જિલ્લામાં ૪૭,૦૦૦ હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું, જે આજે વધીને ૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. તો વાવેતરનો વિસ્તાર વધવાની સાથે સાથે ઉત્પાદનમાં પણ અનેક ઘણો વધારો થયો છે.
જ્યારે બટાટા સંગ્રહની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૩૮૭ સ્ટોર છે જેની કેપેસિટી ૫૭૫ લાખ બટાટાના કટ્ટા સંગરવાની છે જેમાંથી ૬૦ ટકા સ્ટોર માત્ર ડીસામાં જ છે. બનાસકાંઠામાં તેમાંય બે ચાર બાદ કરતા બધા જ ડીસામાં કુલ ૨૦૧ સ્ટોર છે, જેની
કેપેસિટી ૩૩૩ લાખ કટ્ટાની છે .બનાસકાંઠામાં ૩૬.૧૨ હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય જેમાંથી ૫૩ ટકા કેપેસિટી સ્ટોરની એટલે કે ૧૯.૧૪ હજાર મેટ્રીક ટન બટાટા સ્ટોરમાં સાચવી શકાય. હવે બટાટાના ઉત્પાદનની સાથે સાથે સ્ટોરની કેપેસિટી પણ વધી છે. પરંતુ છેલ્લાં ૫ વર્ષમાં સતત ભાવ ઘટતાં ખેડૂતો અને સ્ટોરના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે .
હાલમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૨૦૦ માંથી ૫૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ તો બંધ થઈ ચૂક્યા છે. કારણકે મોટાભાગના સ્ટોર ઉપર બેન્કોની લોન છે અને સતત મંદીના કારણે લોનના હપ્તા ન ભરી શકતા ૫૦ જેટલા સ્ટોલ બંધ થઈ ચૂક્યા છે. જ્યારે અન્ય ૫૦ જેટલા સ્ટોર બેન્કોમાં એન.પી.એ થવાની કગાર પર છે એટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે બટાટા આધારિત જે કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ જેટલો ઝડપથી વિકાસ
પામ્યો હતો. તેટલો ઝડપથી અસ્ત થવાની કગાર પર આવીને ઉભો છે. આ માટે અગાઉ પણ ખેડૂતો અને વેપારીઓએ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ સરકારે માત્ર ટ્રાન્સપોર્ટ અને ખેડૂતોને સબસીડી આપતા તેનાથી કોઈ ખાસ અસર થઈ નહીં. અગાઉ પણ ૨૦૧૨માં ખેડૂતોએ બટાટાનો ભાવ ન મળતા રોડ પર ફેંકવાની નોબત આવી હતી. જેમાં ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર તમામ ખેડૂતો અને વેપારીઓએ હજારો ટન બટાકા શહેરના માર્ગો પર ફેંકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી ન થતા વર્ષ ૨૦૧૬-૧૭ અને ૧૮ માં પણ ખેડૂતોને બટાટાનો ભાવ ન મળતા ક્યાંક ફેંકી દેવાની નોબત આવી હતી. તો ક્યાંક ખેડૂતો ખેતરમાં જ બટાટા દાટી દીધા હતા. આમ દર વર્ષે સતત મંદીનો માર સહન કરી ખેડૂતો પાયમાલ બની ગયા છે. ખેડૂતોને મોંઘાદાટ બિયારણ, દવા, વીજળી અને ખાતર સહિત ૧૦ રૂપિયે કિલો બટાટા વેચાય તો જ પડતર ભાવ મળી શકે તેમ છે. જ્યારે અહીં તો ૫ થી ૭ રૂપિયે તો હોલસેલમાં બટાટા વેચાય છે, જેથી ખેડૂતોને ૫૦ ટકા જેટલું નુકસાન સહન કરવાનો વારો આવે છે.
ડીસાનો મુખ્ય પાક એવા બટાટા માટે સરકાર દર વર્ષે કંઈક નવી જાહેરાત તો કરે છે પણ હજુ સુધી તેમ કોઈ ચોક્કસ કામ થયું નથી. અગાઉ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી
આભાર - નિહારીકા રવિયા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી, હાલના વિજય રૂપાણી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બટાટાનું વેલ્યુ એડિશન કરી તેમાંથી પ્રોડક્ટ બનાવવા માટે ખેડૂતો પાસેથી બટાટા ખરીદવાની વાત કરી છે પણ હજુ સુઘી કિલો બટાટા ખરીદાયા નથી. માટે સરકાર આ મામલે કંઈક વિચારી બટાટાની મંદીમાંથી ખેડૂતો અને વેપારીઓને ઉગારવા પ્રયાસ કરે તેવી લોકમાંગ છે.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



