બાસ્કેટબોલમાં સમય સાથે બદલાવ જરૂરી : પ્રશાંતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 12:55:37
  • Views : 273
  • Modified Date : 2022-07-24 12:55:37

ભાવનગરના આંગણે રમાઇ રહેલી ભાવનગર બાસ્કેટબોલ લીગના સમાપન સમારોહ માટે આવી પહોંચેલા અર્જુન એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ વિજેતા ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ખેલાડી પ્રશાંતીસિંઘે જણાવ્યુ હતુકે, બાસ્કેટબોલની રમતમાં, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સમય સાથે બદલાવ જરૂરી છે.

યુવા ખેલાડીઓ માટે આદર્શ સમાન પ્રશાંતીસિંઘનો આખો પરિવાર નેશનલ સ્પોર્ટસમાં ભાગ લઇ ચૂક્યો છે. તેઓની પાંચ બહેનો પ્રિયંકાસિંઘ, દિવ્યાસિંઘ, પ્રશાંતીસિંઘ, આકાંશાસિંઘ, પ્રતિમાસિં ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે, અને ભાઇ ફૂટબોલમાં સંતોષ ટ્રોફી અને આઇ-લીગ રમી ચૂક્યા છે. પ્રશાંતીસિંઘની બહેન પ્રતિમાસિંઘે ઇન્ટરનેશનલ ક્રિકેટર અને ટીમ ઇન્ડીયાના ટેસ્ટ ખેલાડી ઇશાંત શર્મા સાથે લગ્ન કરેલા છે.

પ્રશાંતીસિંઘે એક મુલાકાતમાં જણાવ્યુ હતુકે, બાસ્કેટબોલની રમતમાં સ્ટ્રેન્થ, સ્ટેમિના અને સ્પીડની ખાસ જરૂરીયાત હોય છે. ભારતમાં બાસ્કેટબોલ સ્કૂલ-કોલેજમાં વિકસેલી છે, પરંતુ તેને પ્રોફેશનલ ટચ આપી આઇપીેલની જેમ દરેક લેવલ પર લીગના આયોજન કરવાની જરૂરીયાત છે.

દરેક મા-બાપને સ્પોર્ટ્સ અંગે જણાવતા પ્રશાંતીસિંઘે કહ્યુ હતુકે, પોતાના સંતાનોને કોઇપણ ટીમ ગેમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. નવી પેઢી માત્ર કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઇલમાં પ્રવૃત્ત રહે છે તે ખતરનાક છે, આવી પેઢીને રમતના મેદાનો તરફ દોરી જવાનું કામ દરેક લેવલે થવું જરૂરી છે.

ભાવનગરમાં જે રીતે ગ્રાસરૂટ લેવલથી બાસ્કેટબોલ લીગનું બે વર્ષથી આયોજન થઇ રહ્યું છે, આ ભાવનગર બાસ્કેટબોલ લીગનું મોડેલ દેશના દરેક શહેરો સુધી પહોંચાડવું જરૂરી છે. આવી લીગને કારણે મોટી સંખ્યામાં બાળ ખેલાડીઓને મેચો રમવાની તક મળે છે, અને ઉગતા ખેલાડીઓ આખુ વર્ષ તેના માટે મહેનત કરે છે. આવી લીગનું પરિણામ પાંચ-છ વર્ષમાં નેશનલ ટીમ માટે ફાયદાકારક સાબિત થાય છે. આમ તો ભાવનગર દેશના નક્શામાં શોધવુ પડે, પરંતુ ભારતીય બાસ્કેટબોલના નક્શામાં ભાવનગરનું નામ વિશિષ્ટ રીતે અંકિત થયેલું છે.

આ અગાઉ હું અહીં વર્ષ 2005માં ફેડરેશન કપમાં દિલ્હી વતી રમી ચૂકી છું, અહીંના દર્શકોનો જે પ્રેમ મળે છે, તે આખા દેશમાં મળતો નથી, શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં ભાવનગરમાં બાસ્કેટબોલના આયોજનમાં પ્રોફેશનલ એપ્રોચ જોવા મળે છે, ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ-માન સન્માન મળે છે. દરેક સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે મેચ પ્રેક્ટિસ અતિઆવશ્યક હોય છે, તે અહીં મળી રહે છે.

 

Download Our B K News Today App



Related News