જગાણાની બરોડા બેન્કમાં બાકોરું પાડી ચોરીનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 12:45:46
  • Views : 1335
  • Modified Date : 2020-07-21 12:45:46

 પાલનપુર નજીક આવેલા જગાણ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારે રાત્રે બાકોરું પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે બેન્ક સત્તાધિશોએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જગાણ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારે રાત્રે 11 વાગે બાકોરું પાડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે.મધરાત્રે પ્રવેશેલા 27 થી 28 વર્ષના ચોરોએ રાત્રે બેંકમાં ઘુસી ટોર્ચ વડે તપાસ હાથ ધરી હતી.જેમાં કોમ્પ્યુટર ચોરીને તેણે બહાર મુક્યા હતા પણ લીધા વગર ચોર જતા રહ્યા હતા. ઘટનાની જાણ સવારે બેન્ક સત્તાધીશોને થતા પોલીસને બોલાવી તપાસ કરાઈ હતી અને સીસીટીવી ચેક કરતા અંદરની ચોરની હરકતો કેદ થઈ હતી. પોલીસે મોડા સુધી આ મામલે કોઇ ગુનો નોંધ્યો ન હતો. ગામલોકોએ જણાવ્યું કે બેંકમાં સીસીટીવી લાગેલા છે જેથી મજૂર જેવા લાગતા ચોરની હરકતો દેખાઈ છે. ચોરી કરતા પહેલા બેંકની પાછળ બાકોરું પાડ્યું હતું અને ત્યાં બેસી ઈંડા પણ ખાધા હતા.

Download Our B K News Today App



Related News