ડુચકવાડા ગામે બપોરે બે વાગ્યા બાદ બજારો બંધ રાખવા નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 12:03:41
  • Views : 531
  • Modified Date : 2020-07-25 12:03:41

કોરોના સંકટ અંતર્ગત દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે વેપારી એસોસીએશન મંડળ દ્વારા 21 જુલાઇથી આગામી 22 ઓગસ્ટ સુધી પોતાના ધંધા-રોજગાર સવારે 7-00 થી બપોરે 2 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. બપોરે બે કલાક બાદ તમામ ધંધા-રોજગારની દુકાનો બંધ રખાશે. અંદાજે 6 થી 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે 100 થી વધુ દુકાનો આવેલી છે. જે પૈકી ખાનગી દવાખાના, મેડિકલ, લેબોરેટરી, દૂધ ડેરી રાબેતા મુજબ ચાલુ રહેશે આ સિવાયની તમામ દુકાનો બપોરે બે કલાક બાદ બંધ રાખશે.

Download Our B K News Today App



Related News