બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ ઃ ખેડૂતો ફરી ચિંતીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-15 14:58:35
  • Views : 509
  • Modified Date : 2020-01-15 14:58:35


બનાસકાંઠા જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો નોંધાયો હતો. જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. દરમિયાન કેટલાક સ્થળોએ કમોસમી વરસાદના છાંટા પડ્‌યા હતા. દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો પણ વર્તાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ગત વર્ષે કમોસમી વરસાદ અને તીડના પ્રકોપથી વ્યાપક નુકસાન થયું હતુ. ત્યારે નવા વર્ષમાં પણ ખેડૂતોને કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં રાજસ્થાન રાજ્ય ઉપર સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનના પગલે  તેની સીધી અસર ગુજરાત રાજ્ય પડતા વાતાવરણમાં આકસ્મિક પલટો જોવા મળ્યો હતો. જ્યાં સોમવારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતુ. તેમજ લાખણી સહિતના સ્થળોએ છુટા છવાયા કમોસમી વરસાદના છાંટા પણ પડ્‌યા હતા. જો લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો ખેતીના પાકો ઘઉં, એરંડા, રાયડો તેમજ શાકભાજીને નૂકશાન થશે તેવી ભિતી ખેડૂતોએ વ્યકત કરી હતી.બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાઈ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. છેલ્લાં એક વર્ષની અંદર સતત કમોસમી માવઠું અને વાતાવરણ પલટાના કારણે ખેડૂતોને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. ત્યારે ફરી પાછો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રવિ સીઝનની શરૂઆતમાં જ કમોસમી માવઠુ થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવવા છતાં પણ મોટું નુકસાન થયુ હતુ.ત્યાર બાદ હવે વળી પાછો પાક તૈયાર થઈ ગયો છે અને જ્યારે પાક લેવાનો વારો આવ્યો ત્યારે કમોસમી માવઠું અને વાતાવરણમાં પલટો આવતા અને ખેડૂતો ફરી નુકસાન થવાની ભીતિ સતાવી છે. ગતરોજ થયેલ માવઠાના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીરૂ, બટાટા, એરંડા સહિતના પાકને નુકસાન થઇ શકે તેમ છે, તેવામાં હવે સરકાર જ પુરતી સહાય આપે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. હાલમાં ખેડૂતો મોટાભાગે પોતાના ખેતરમાંથી પાક લઇ રહ્યા છે, ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હાલ તો ખેડૂતો ભગવાન એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કમોસમી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડે નહીં જેથી પોતાના પાકમાં નુકસાન થઈ શકે નહીં. 


Download Our B K News Today App



Related News