બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર, ઈન્ડીયા બુક રેકોર્ડ્સમાં સ્થાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 16:18:14
  • Views : 389
  • Modified Date : 2020-02-16 16:18:14

 ગાંધીધામમાં રહેતી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી કરીશ્મા માનીનું નામ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સના 2020ના બુકમાં નામ અંકિત કરવામાં આવ્યું હતું. આ ઉપલબ્ધી તેમને બંન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર હોવાથી મળી છે. ઈન્ડીયા બુક ઓફ રેકોડ્સ 2020માં ગાંધીધામની કરીશ્મા વિશે નોંધ કરતા જણાવાયું છે કે તેની એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે. કરીશ્માએ આ અંગે જણાવ્યું હતું કે જે બંન્ને કલરની તેમની આંખો છે, તે બંન્ને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે. જેથી તેમની પિતાની અને માતાના પ્રતિનીધી રુપે તેને અલગ અલગ એટલે કે જમણામાં હેઝલ અને ડાબી આંખમાં બ્લેકીશ બ્રાઉન રંગની છે. રેકોર્ડ્સમાં સ્થાન બદલ તેમણે ઈશ્વર, કુદરત અને માતા, પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. અહિ નોંધવુ રહ્યુ કે દેશમાંથી આ પ્રકારનો હજી સુધી એક જ કિસ્સો સામે આવ્યાનો દાવો થયો છે.

Download Our B K News Today App



Related News