વડોદરામાં 500 કરોડ રૂપિયાનું ઉઠમણુ કરનાર શ્રી મુક્ત જ્વેલર્સ સામે BOBએ 173 કરોડની છેતરપિંડીની CBIમાં ફરિયાદ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 12:53:29
  • Views : 451
  • Modified Date : 2020-09-09 12:53:29

       વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર આવેલા શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રા.લિ. સામે CBIની એન્ટી કરપ્શન બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજરની ફરિયાદના આધારે CBIએ શ્રી મુક્ત જ્વેલર્સના હર્ષ ગોપાલભાઇ સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શ્રી મુક્ત જ્વેલર્સના માલિક સ્વ.ગોપાલભાઇ સોનીના બંને પુત્રો હાલ ફરાર છે.વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર દક્ષાબેન શાહે CBIની એન્ટી કરપ્શન બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે કે, વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી શ્રી મુક્ત જ્વેલર્સે વર્ષ-2013માં બેંક ઓફ બરોડા પાસેથી લેટર ઓફ ક્રેડિટ, કેશ ક્રેડિટ અને ટીમ લોન ફેસિલિટી દ્વારા કરોડો રૂપિયાની લોન લીધી હતી. આ લોન સમયસર ચુકવવામાં ન આવતા 2016ના ફેબ્રુઆરી માસમાં બેંક ઓફ બરોડાએ શ્રી મુક્ત જ્વેલર્સનું એકાઉન્ટ NPA જાહેર કર્યું હતું. બેંક દ્વારા વારંવાર શ્રી મુક્ત જ્વેલર્સને લેખિત અને મૌખિક રીતે નાણાં ચુકવી દેવા માટે જાણ કરી હતી. જોકે પેઢીના ડિરેક્ટરે નાણાં ન ચુકવતા બેંક ઓફ બરોડાએ શ્રીમુક્ત જ્વેલર્સને 2018માં ડિફોલ્ટર જાહેર કરી હતી. શ્રી મુક્ત જ્વેલર્સનું આઉટ સ્ટેન્ડિંગ હાલ 173.63 કરોડ છે.CBIએ બેંકના DGMની ફરિયાદના આધારે શ્રી મુક્ત જ્વેલર્સ પ્રા.લિ.ના હર્ષ ગોપાલભાઇ સોની અને તેમને લોન આપવામાં મદદ કરનાર અધિકારીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.વડોદરા શહેરના શ્રી મુક્ત જ્વેલર્સ ઉઠી ગયા બાદ માલિક ગોપાલભાઇ સોનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ત્યારબાદ તેમનો પરિવાર લાપતા થઇ ગયો હતો. શ્રી મુક્ત જ્વેલર્સના માલિક સ્વ. ગોપાલભાઇ સોનીના બંને પુત્રો હર્ષ અને દિવ્યાંગ હાલ ફરાર છે. તે બંને હાલ વડોદરામાં નથી.અલકાપુરીમાં શો-રૂમ ધરાવતા શ્રી મુક્ત જ્વેલર્સના સંચાલકો અંદાજે રૂ.500 કરોડનું ઉઠમણું કરી ફરાર થઇ ગયા હતા. જ્વેલર્સના માલિકોએ બેંક ઓફ બરોડામાંથી રૂ.201 કરોડ પૈકી રૂ.31 કરોડની ટર્મ લોન 13.50 ટકા વ્યાજે, 70 કરોડની કેશ ક્રેડિટ 13.35 ટકા વ્યાજે તેમજ રૂ.100 કરોડની લોન ક્રેડિટ પત્રથી 13.35 ટકા વાર્ષિક માસિક ચૂકવણીના આધારે લેવામાં આવી હતી. સંચાલકો દ્વારા 5 ઓગસ્ટ 2016 સુધીમાં વ્યાજ સહિત રૂ.192,56,19,067 રકમ ચૂકવવાની બાકી હતી. જે અંગે બેંક દ્વારા જ્વેલર્સના માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.બેંકની કોર્પોરેટ ફાઇનાન્સિયલ સર્વિસ શાખા, વડોદરા દ્વારા શ્રી મુક્ત જ્વેલર્સના સંચાલકોને રૂા.192.56 કરોડ 60 દિવસમાં ચૂકવવા માટેની નોટિસ જારી કરવામાં આવી હતી. જો કે સંચાલકોએ આ રકમ ન ભરતા બેંક દ્વારા શ્રી મુક્ત જ્વેલર્સના શો રૂમનું તાળું તોડી કબજો લેવામાં આવ્યો હતો. અને શો-રૂમને સિલ મારી દીધો હતો.

Download Our B K News Today App



Related News