બનાસ બેંકના તત્કાલીન મેનેજર સામે 5 લાખની ઉચાપતની ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 11:23:59
  • Views : 994
  • Modified Date : 2020-03-19 11:23:59

બનાસ બેંક પાલનપુર હસ્તકની ડીસાની રાજપુર બનાસ બેંકમાં 31 મે-2017 થી 4 જૂન -2018 દરમિયાન મેનેજર તરીકે માનસિંહભાઇ વિરાભાઇ ચૌધરી (રહે.એકલવા,તા.હારીજ,જી.પાટણ) ફરજ બજાવતા હતાં. જે દરમિયાન તેઓએ પોતાના કબજામાં રહેતા લુઝ ચેકનો ખોટો દુરૂપયોગ કરી બેંકમાં ખાતાધારક ભગવતીબેન નારણદાસ બારમેરા (રાજપુર,ડીસા) ની ખોટી સહી કરી 9 એપ્રિલ-2018 ના 4 લાખ અને 2 જૂન-2018 ના રોજ 1 લાખ મળી કુલ રૂપિયા 5 લાખની ઉચાપત કરી હતી. આથી અરજદાર ભગવતીબેન બારમેરાએ 29 નવેમ્બર-2019 ના રોજ બનાસ બેંકની મુખ્ય કચેરી પાલનપુરમાં રજૂઆત કરી હતી. વિજિલન્સ સેલ તપાસ દરમિયાન તત્કાલીન મેનેજર દ્વારા ઉચાપત કર્યાનું ધ્યાને આવતાં ફરિયાદ નોંધાઈ હતી.

Download Our B K News Today App



Related News