ખાતામાં રૂ.500 જમા થયાનો મેસેજ મળતાં જ સવારે 8 વાગ્યાથી બેંકો બહાર કતારો લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 18:17:32
  • Views : 689
  • Modified Date : 2020-04-04 18:17:32

સરકાર દ્વારા જનધન લાભાર્થી  મહિલાઓના બેન્ક ખાતામાં લોકડાઉનને પગલે રૂ. 500 ની સહાય ફાળવાતા શુક્રવારે બેંકો બહાર રૂ. 500ઉપાડવા વહેલી સવારે 8 વાગ્યાથી કતારો લાગી હતી. ઉલ્લેખનીય છે કે મહિલાઓના ખાતામાં પૈસા જમા થયાં હોવા છતાં બેંકો બહાર પુરુષોની કતારો લાગેલી જોવા મળી હતી. ઠેર ઠેર લોકો એક બીજાને અડીને ઉભા રહેતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જયારે શહેરમાં ઠેર ઠેર ભીડના દ્રશ્યો જોવા મળતા લોકડાઉનના પણ ધજાગરા ઉડી ગયા હતા.બેંકો બહાર ટોળા થઇ ઉભેલા લોકોને છુટા પાડવા મોટી ભાગની બેંકો બહાર પોલીસ ગોઠવવી પડી હતી.શહેરમાં ગોઠવાયેલા પોલીસ પોઈન્ટો પરથી છટકવા કેટલાક લોકો બેન્ક પાસબુક લઈ બેન્કમાં જવાના બહાને નીકળી પડ્યા હતા.પોલીસની  સમજાવટ બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું બેન્કમાં મહિલાઓના જનધન ખાતામાં આવેલી સહાય મેળવવા આવેલી મહિલાઓ પહેલા ટોળે વળી જતા પોલીસ દોડી આવીહતી.જો કે પોલીસની  સમજાવટ બાદ એક બીજાથી દૂર દૂર ઉભા રહી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.

Download Our B K News Today App



Related News