સરકારની આર્થિક નીતિઓનો વિરોધ, બંગાળમાં રેલવેને રોકવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 18:22:06
  • Views : 419
  • Modified Date : 2020-01-08 18:22:06

ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન્સે આજે ભારત બંધની જાહેરાત કરી છે. તેની અસર દેશના કેટલાક હિસ્સામાં જોવા મળી. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના કાંચરાપાડામાં દેખાવકારોએ રેલવે ટ્રેક બંધ કરાવ્યા, જ્યારે સિલીગુડીમાં ઉતર બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ ડ્રાઈવરોએ હેલમેટ પહેરીને બસ ચલાવી. મુંબઈમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ભારત પેટ્રોલિયમમાં વિનિવેશના ચુકાદાની વિરુદ્ધ દેખાવ કર્યો. જ્યારે ચેન્નાઈમાં માઉન્ટ રોડ પર કર્મચારીઓએ દેખાવ કર્યા.ભારત બંધમાં ભારતીય વ્યાપાર સંઘ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન સેન્ટર, હિન્દ મજદૂર સભા(એચએમએસ), સ્વ-રોજગાર મહિલા સંઘ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ(એઆઈટીયુસી), લેબર પ્રોગ્રોસિવ ફેડરેશન સામેલ છે. આ સિવાય(એલપીએફ), યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(યુટીયુસી), ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ(એઆઈસીસીટીયુ), ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(આઈએનટીયુસી) અને ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટરે સમર્થન કર્યું છે. હડતાળમાં 25 કરોડ કર્મચારીઓ સામેલ થાય તેવી શકયતા છે.અપડેટ્બંગાળઃ બંધ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકરો વચ્ચે બુરદવાનમાં ઘર્ષણ. કુચ બિહારમાં એક બસ પર ટોળાએ પથ્થરમારો કર્યો. ઉત્તર 24 પરગનામાં રેલવે ટ્રેક પરથી પોલીસને ચાર ક્રુડ બોમ્બ મળ્યા.મુંબઈઃ શિવસેનાના ટ્રેડ યુનિયને ભારત બંધને સમર્થન આપ્યું. પાર્ટીના મુખપત્ર સામનાના જણાવ્યા મુજબ, ભારત સરકારના પ્રથમ કાર્યકાળે ઉદ્યોગ અને કર્મચારી વર્ગને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. તેનું કારણ સરકારના નોટબંધી અને GST જેવા નિર્ણય રહ્યાં છે.દિલ્હીઃ રાહુલ ગાંધીનું ટ્વિટ- મોદી સરકારની જન-વિરોધી નીતિઓએ વિનાશકારી બેરોજગારીને પ્રોત્સાહન આપીને સાર્વજનિક ઉપક્રમોને નબળા કર્યા છે. આજે 25 કરોડ કર્મચારી હડતાળ પર છે. હું આ બધાને સલામ કરું છું.તમિલનાડુઃ ચેન્નાઈમાં માઉન્ટ રોડ પર કર્મચારીઓએ દેખાવ કર્યા.ઉતર પ્રદેશઃ પબ્લિક સેક્ટર બેન્કો, બીએસએનએલ, પોસ્ટ અને એલઆઈસી સહિત ઘણી ઓફિસનું કામકાજ ઠપ છે. હડતાળને અખિલ ભારતીય રાજ્ય સરકાર કર્મચારી મહાસંઘ અને આંગણવાડી કર્મચારી સંઘનું પણ સમર્થન.હરિયાણાઃ પોલીસની ઉપસ્થિતિમાં હરિયાણા રોડવેઝના અલગ-અલગ ડેપોમાં કર્મચારીઓએ દેખાવ કર્યા. જોકે આ બધાની વચ્ચે બસો ચાલુ છે. ગુડગાંવમાં રોડવેઝની 66 બસ, ભિવાનીમાં 10 બસ અને સિરસા ડિપોમાંથી 5 બસ ચાલી છે. કેથલ રોડવેઝ જીએમએ દાવો કર્યો કે 115 બસ ચાલી છે.પંજાબઃ જાલંધરમાં હડતાળની અસર. ડાબેરીઓએ ઈન્ડસ્ટ્રિયલ એરિયા ફોકલ પોઈન્ટ્સ એક્સટેન્શનનો રોડ બ્લોક કર્યો. ભારતીય જીવન વીમા નિગમના કાર્યાલય પર પણ કર્મચારીઓએ દેખાવ કર્યા.કેરળઃ તિરુવનંતપુરમમાં ટ્રેડ યુનિયન સભ્યોએ રેલી કાઢી.249 ખેડૂત સંગઠન અને 80 વિદ્યાર્થી સંગઠનોનું બંધને સમર્થનખેડૂતોના જણાવ્યા મુજબ, સમગ્ર દેશમાં 249 ખેડૂત સંગઠન અને 80 વિદ્યાર્થી સંગઠનોએ આ બંધને સમર્થન આપ્યું. ઓલ ઈન્ડિયા સંઘર્ષ કમિટીની જાહેરાત મુજબ, ગામડાઓમાંથી દૂધ, શાકભાજી-ફળની સાથે-સાથે લીલા ઘાસચારાનો શહેરમાં સપ્લાય પ્રભાવિત થશે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલ બેન્કે એસએમએસ મોકલીને ગ્રાહકોને હડતાળની માહિતી આપી. ઉતરપ્રદેશમાં JEE મેન 2020, યુપી TET 2019 અને ICAR નેટ 2020 પ્રવેશ પરીક્ષાઓને પણ અસર થઈ.કર્મચારીઓની આ માંગો છેતમામ માટે ન્યુનતમ વેતન 21 હજાર પ્રતિ માસથી ઘટે નહિ અને તેને પ્રાઈસ ઈન્ડેક્સ સાથે જોડવામાં આવે.સ્થાયી કામો માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામી આવે. કોન્ટ્રાકટ / આઉટસોર્સિંગ કર્મચારી, જે નિયમિત કર્મચારીનું કામ કરી રહ્યાં છે તેમને નિયમિત કરવામાં આવે. જ્યાં સુધી તેમને નિયમિત કરવામાં ન આવે ત્યાં સુધી તેમને કર્મચારીઓ જેટલું જ વેતન ભથ્થા આપવામાં આવે.બોનસ અને પ્રોવિડન્ડ ફન્ડના પેમેન્ટ પરથી તમામ લિમિટ સીમા હટાવવામાં આવે. ગ્રેજ્યુઈટીની ચુકવણી 45 દિવસ પ્રતિવર્ષના હિસાબથી કરવામાં આવે.બધા માટે પેન્શન સુનિશ્ચિત કરવામાં આવે. ઈપીએફઓ દ્વારા તમામને એક હજારની જગ્યાએ ઓછામાં ઓછું દસ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન આપવામાં આવે.કેન્દ્રિય રાજ્ય સરકારના કર્મચારીઓની જૂની પેન્શન નીતિને ફરીથી શરૂ કરવામાં આવે. કેન્દ્ર અને રાજ્ય કર્મચારીઓને એક સમાન વેતન અને ભથ્થા આપવામાં આવે.રોજગાર સર્જાય તેમા માટે ઠોસ પગલા ભરવામાં આવે. કેન્દ્રીય અને રાજ્ય સરકારના ખાલી પદો પર તત્કાલિક ભરતી કરવામાં આવે. નિયમિત પ્રકૃતિના કોર્યોમાં કાર્યરત તમામ ઉદ્યોગના સંલગ્ન આઉટસોર્સિગ કર્મચારીઓને નિયમિત કરવામાં આવે અને કામના આધારે નવી ભરતી કરવમાં આવે, જેથી બેરોજગારી દૂર થાય. કાયમી કામ માટે કાયમી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે.મોંઘવારી પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવવામાં આવે. સાર્વજનિક ડિસ્ટ્રીબ્યુશન પ્રણાલી મજબૂત કરવામાં આવે અને ખાદ્ય પદાર્થો પર વાયદા કારોબાર પર પ્રતિબંધ લગાડવામાં આવે.શ્રમ કાયદાને સખ્તાઈથી લાગુ કરવામાં આવે. શ્રમ કાયદામાં મજૂર વિરોધી સંશોધનોને પરત ખેંચવામાં આવે.

Download Our B K News Today App



Related News