બનેવીએ સાળાને દારૂમાં ઝેર પીવડાવી હત્યા કરવાની કોશિશ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 14:48:19
  • Views : 445
  • Modified Date : 2020-02-20 14:48:19

 અનૈતિક સંબંધ કેટલા પરિવારને છિન્નભિન્ન કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલ સિટી પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં સગા બનેવીએ સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધ ને લઇ સાળાને દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા નિપજાવવાના નો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે યુવાન બચી જતા અનૈતિક સંબંધનું ભોપાળું છતું થવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ભીખાભાઈ શિયાળ (ઉંમર વર્ષ - 44) એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉર્ફે લાલો પુંજાભાઈ વાઘમશી (રહે. જેતપુર રોડ, લક્ષ્મી નગર, ગોંડલ) તેમજ તેના પત્ની કૈલાશબેન વિરેન્દ્રભાઈ શિયાળ વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિશની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 307, 120b મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.વિરેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૧૯ જાન્યુઆરી રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો અને તેને બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા અને એ દારૂ પિતા તેમાં તેને ઝેરી ગંધ આવતા દારૂ પડતો મુકી ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમને ચક્કર આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું અને દવાખાનામાંથી રજા મળતા આજે તેઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે તેના પત્ની અને બનેવીના અણછાજતા ફોટોગ્રાફ તેમજ મોબાઇલ ફોનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને આપી હતી. આ ઓડિયો ક્લિપમાં અનૈતિક સંબંધમાં આંધળા બનેલા જીતેશ અને કૈલાસ દ્વારા વિરેન્દ્ર તથા તેના બહેન વર્ષાનો કાંટો કાઢી નાખવાની વાતચીતનો પણ ઓડિયો હોવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News