કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ શમશેરા સ્ક્રીન પર મચાવશે તોફાન, સંજય દત્ત સાથે જોરદાર ફાઇટ, ટ્રેલર જોઈને જ પડી જશે જલસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 14:55:17
  • Views : 285
  • Modified Date : 2022-06-24 14:55:17

 

શમશેરાનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

ટ્રેલર જોયા બાદ ફિલ્મ જોવા માટે તલપાપડ થશો

ગ્લેમર ગર્લ વાણી કપૂર પણ મુખ્ય રોલમાં જોવા મળશે

 

આખરે રણબીર કપૂર-સંજય દત્ત અને વાણી કપૂરની ફિલ્મ શમશેરાનુ ટ્રેલર રીલીઝ થયુ છે. ફિલ્મ થિયેટરોમાં 22 જુલાઈએ રીલીઝ થશે. શમશેરાનુ ટ્રેલર શાનદાર છે, જેને જોયા બાદ તમે આવશ્ય ફિલ્મ જોવા માટે તલપાપડ થશો. 

શમશેરા કહાની છે એક એવા હીરોની, જે કર્મથી ડાકુ અને ધર્મથી આઝાદ છે. ડાકુના રફ અને રસ્ટિક લુકમાં રણબીર કપૂરનો જવાબ નથી. હંમેશા ચૉકલેટી હીરોની ઈમેજમાં દેખાતા લોકો માટે રણબીરનો ડાકુ લુકમાં દેખાવુ મોટુ સરપ્રાઈઝ છે. લાંબા વાળ, દાઢી અને મૂછની સાથે રણબીરનો ખૂંખાર અંદાજ દિલ જીતનારો છે. રણબીરના લુકના વખાણ કરતા લોકો થાકતા નથી. ફિલ્મમાં સંજય દત્ત ઈન્સ્પેક્ટર શુદ્ધ સિંહના રોલમાં છે અને ગ્લેમર ગર્લ વાણી કપૂર પણ મુખ્ય રોલમાં જોવા મળશે. શુદ્ધ સિંહના રોલમાં સંજય દત્ત પરફેક્ટ વિલન લાગે છે.

શું છે કહાની

કહાની છે તેની જે કહેતો હતો ગુલામી કોઈની સારી હોતી નથી અને આઝાદી તમને કોઈ આપતુ નથી. આઝાદી છીનવી પડે છે.... કહાની છે શમશેરાની. શમશેરામાં રણબીર કપૂર ખમીરન બન્યા છે, એક એવો લૂટેરો જેની નજરથી કઈ પણ છૂટવુ મુશ્કેલ છે. હવે ખમીરન પોતાની ટોળકી સાથે ગોરી હકૂમત સામે પંગો લેવાના છે. નવા શમશેરાએ અંગ્રેજોનુ જીવવાનુ હરામ કરી નાખ્યું છે. જેને હેન્ડલ કરવા માટે અંગ્રેજોએ ઈન્સ્પેક્ટર શુદ્ધ સિંહ ( સંજય દત્ત)ને મોકલ્યો છે. જે બધાને સુધારવા આવ્યો છે. ત્યારબાદ શરૂ થાય છે નિડર, બેબાક શમશેરાની કહાની..  શમશેરા 1800ના દાયકાની ડાકુ જનજાતિની કહાની છે, જે પોતાના અધિકારો અને આઝાદી માટે અંગ્રેજો સામે લડી રહ્યો છે.

 

Download Our B K News Today App



Related News