ડીસા માં અપહરણ બળાત્કાર જેવા અનેક ગુનાઓમાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 14:10:29
  • Views : 504
  • Modified Date : 2020-03-06 14:10:29

ડીસામાં ત્રણ મહિનાથી યુવક ગુમ ડીસાબનાસકાંઠા જિલ્લામાં અપહરણ બળાત્કાર જેવા અનેક ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ પ્રશાસન ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જોકે આવા નરાધમોને પણ પોલીસ ગણતરીના દિવસોમાં જ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેતું હોય છે. ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા શહેરમાં અને ડીસા શહેરમાં આવેલ ભોપાનગર વિસ્તાર પાસે એક યુવક જેનું નામ દિપક ઠાકોર છેલ્લાં ત્રણ મહિનાથી ડીસા શહેરમાંથી આકસ્મિક રીતે ગુમ થયેલ છે. જ્યારે આ પરિવાર ગરીબ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પરિવાર પર આભ તૂટી પડયો હોય તેવું લાગી રહ્યુ છે. જો કે પરિવારજનોએ આ બાબતે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના અગાઉ લેખિત અરજી આપેલી હતી. પરંતુ ત્રણ મહિના થવા છતાં પણ પોલીસ આ યુવકને શોધવામાં નિષ્ફળ નીવડી છે. આથી પરિવારજનોએ પોતાની આપ વીતી મીડિયા સમક્ષ જણાવી હતી. જ્યારે પોલીસ  પ્રશાસન આ બાબતે અંગત રસ દાખવી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News