બનાસકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળામાં વધારો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 14:52:05
  • Views : 509
  • Modified Date : 2019-08-24 15:08:34

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના વરસાદ બાદ મચ્છરજન્ય રોગ વકરતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ ગયો છે. તાવ, શરદી અને ખાંસીના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે.ચોમાસા બાદ હવે રોગચાળો વકરી રહ્યો છે અને તેથી જ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્‌યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાણીમાં પલડવાના કારણે તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા લોકોનો પણ બે બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ નંબર આવે છે.  ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં મચ્છરજન્ય તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ છે. તેવામાં સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે.ડીસા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે રોજ ૬૦૦ જેટલા દર્દીઓ આવતા હોય છે. પરંતુ સતત ચાર દિવસ વરસાદ થયા બાદ છેલ્લાં એક અઠવાડિયાથી તેમાં ૨૦ ટકા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તંત્ર દ્વારા દર્દીઓને તકલીફ ન પડે પડે તે તબીબોની સંખ્યા વધારી દેવાઈ છે. જો કે તબીબો લોકોને સારવારની સાથે સાથે સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે સલાહ પણ આપી રહ્યા છે. ઘરની આજુ બાજુમાં પાણી ન ભરાય, વાસી ખોરાક ના ખાવો, તેમજ બીમાર થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જેથી મોટી બીમારીમાંથી બચી શકાય.  


 

Download Our B K News Today App



Related News