બનાસકાંઠા જિલ્લામાં તબાહી ૪ વર્ષ પછી પણ હજુ સુધી પુર અસરગ્રસ્ત લોકોને સહાય નથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:56:40
  • Views : 492
  • Modified Date : 2019-07-29 12:56:40

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પુર પ્રકોપમાં અસંખ્ય પરિવારો બરબાદ થઈ ગયા હતા. લોકોની સાથે સાથે ઘરવખરીનો માલસામાન, પશુઓ પણ તણાઈ ગયા હતા અને આ તબાહીના ૪ વર્ષ વીતી ગયા છે. છતાં હજુ પણ કેટલાય અસરગ્રસ્ત લોકોને સહાય ના મળતા લોકો આજે પણ સરકાર સામે મદદની આશ લગાવી બેઠા છે. લાખણી તાલુકાના જસરા અને કુડા ગામના પૂર અસરગ્રસ્તોની પણ આ જ પરિસ્થિતિ છે. અહીં પણ અઢીસો જેટલા પરિવારોનો માલસામાન પાણીના ધસમસતા પ્રવાહના વહેણમાં તણાઈ ગયો હતો. આ પરિવારોનો માલસામાન અને પશુધન પાણીના વહેણમાં તણાઈ જતાં આ પરિવારો તબાહ થઇ ગયા હતા. જોકે ત્યારબાદ મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ અધિકારીઓએ અનેકવાર આ પૂર અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેઓને પુરતી સહાય આપવાની વાતો પણ કરી હતી પરંતુ આ ઘટનાને ચાર વર્ષ વિત્યા બાદ પણ આજે પણ આ પૂર અસરગ્રસ્ત લોકોની પરિસ્થિતિ જે સે થૈ જેવી છે. જસરા અને કુડાગામમાં જે પરિવારોના મકાનો તણાઈ ગયા હતા તે તમામ પરિવારો આજે પણ ગામને છેવાડે આવેલ અવાવરુ જગ્યામાં રહી જીવન ગુજારે છે. કેટલાંક પરિવારો કપડા, પ્લાસ્ટિક કે પતરાના તંબુમાં રહે છે. તો કેટલાંક પરિવારો હજુ પણ ખુલ્લામાં રહે છે. આ દ્રશ્ય પરથી જ આ ઘરની પરિસ્થિતિ અને આ ઘરમાં રહેતા લોકોને શું પરિસ્થિતિ હશે તે ચોક્કસ જણાઈ આવે છે. ચોમાસા જેવી પરિસ્થિતિમાં આ પરિવારોની શું હાલત થતી હશે તે કલ્પના કરતાં પણ રૂવાટા ઉભા થઈ જાય છે. તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. સરકારે બનાસકાંઠા થયેલી પુર હોનારતમાં કરોડો રૂપિયાની સહાય આપી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ અહીં પાંચ દિવસ રોકાયા હતા અને લોકો પાસે જે હતું તેના કરતા પણ સવાયું કરવાની વાત કરી હતી. તેમ છતાં પણ આજે અનેક પરિવારો અનેક પૂરગ્રસ્તો જમીન અને મકાન માટેની સહાય માટે તરસી રહ્યા છે. ત્યારે તંત્રએ પણ પુર અસરગ્રસ્ત લોકોને સહાય નથી મળી તે વાતનો સ્વીકાર કર્યો હતો.  આજે પણ જ્યાં લીલાછમ હરિયાળા ખેતરો હતા ત્યાં રણ જેવો નદીનો પટ ભાસી રહ્યો છે જે જગ્યાએ પોતાના બાળકો સાથે હસતું ખેલતું અને ઘર હતું તે જગ્યાએ પ્લાસ્ટિક ના તંબુઓમાં માંડ માંડ દિવસો ગુજરાત લોકો નજરે પડી રહ્યા છે સરકારે આ વિસ્તાર ને સવાયું કરવાની વાતો કરી હતી પરંતુ આજે પરિસ્થિતિ જૈસે થે જ દેખાઈ રહી છે લોકો ને હજુ પણ પશુઓ તણાયા ના પૈસા નથી મળ્યા કે નથી તો ખેત ધોવાણ ના પૈસા મળ્યા.



Download Our B K News Today App



Related News