ગાંધીનગરમાં બાલસખા યોજનામાં ૧૭ અને બનાસકાંઠામાં ૧૨૭ નવજાત બાળકના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:15:48
  • Views : 400
  • Modified Date : 2020-03-13 13:15:48

ગાંધીનગરમાં બાલસખા યોજનામાં ૧૭ અને બનાસકાંઠામાં ૧૨૭ નવજાત બાળકના મોત 

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં  ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડા. સી. જે. ચાવડાએ પૂછેલાં પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં બાલસખા યોજના અન્વયે વર્ષ ૨૦૧૮માં ૨૭૫૨ બાળકને સારવાર આપવામાં આવી છે. જ્યારે ૨૦૧૯માં ૨૫૪૭ સાથે છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૨૯૯ નવજાત બાળકોને સારવાર આપવામાં આવી છે. આ જવાબમાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ યોજના માટે જિલ્લાની કુલ ૧૬ ખાનગી હોસ્પિટલને રૂપિયા ૧, ૮૨, ૭૦, ૮૦૦ ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૮માં રૂપિયા ૭૬,૧૬ ૪૦૦ તેમજ ૨૦૧૯માં ૧, ૦૬, ૫૪, ૪૦૦ આપવામાં આવ્યા છે. આ યોજનામાં ૨ અને ૧૫ થઈ કુલ ૧૭ બાળકોના મૃત્યુ નિપજ્યા છે.દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરિયાએ પૂછેલાં પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં બાલસખા યોજના અન્વયે કુલ ૬૯૩૨ નવજાત બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં જિલ્લાની ૩૭ ખાનગી હોસ્પિટલમાં કુલ રૂપિયા ૧૮, ૧૪, ૩૪, ૨૦૦ ચૂકવવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં રૂપિયા ૭૭૭૯૦૩૦૦ તેમજ ૨૦૧૯માં રૂપિયા ૧૦૩૬૪૩૯૦૦ ચૂકવવામાં આવ્યા છે. આ યોજનામાં ૪૭ અને ૮૦ સાથે કુલ ૧૨૭ બાળકોના મોત થયા છે.


Download Our B K News Today App



Related News