બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ભ્રષ્ટાચાર થતા ગાબડાના સિલસિલા યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-24 17:04:29
  • Views : 456
  • Modified Date : 2020-01-24 17:04:29

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ભ્રષ્ટાચાર થતા ગાબડાના સિલસિલા યથાવતબનાસકાંઠા જિલ્લામાં કેનાલના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે. તેના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ પામે છે અને ખેતરો બેટમાં ફેરવાય છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ભ્રષ્ટાચારના ગાબડાના કારણે પાણીનો વેડફાટ થાય છે તેની સાથે-સાથે ખેડૂતોના ઉભા પાકનો નાશ થાય છે.બનાસકાંઠા જિલ્લામાં બનેલી નર્મદાની કેનાલો કાગળની જેમ તૂટે છે. જ્યારે પણ વાવેતર વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે. ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કેનાલમાં રવી સીઝન દરમિયાન ૧૫ થી વધુ ગાબડાં પડી ચૂક્યા છે. જેના કારણે અનેક ખેતરો ધોવાયા છે. નર્મદા નદીથી છેક બનાસકાંઠા સુધી પહોંચેલું મહામુલુ પાણી કે જેના થકી ખેતરો નવસર્જિત થવાના હોય છે. પરંતુ ભ્રષ્ટાચારની કેનાલો આ મહામુલા પાણીનો વેડફાટ કરાવે છે. ગાબડાના કારણે ખેતરમાં ઊભેલો પાક નિષ્ફળ થાય છે. વારંવાર રજૂઆતો થાય છે વારંવાર મીડિયાના અહેવાલો પ્રસ્તુત થાય છે તેમ છતાં નર્મદા નિગમ કે ગુજરાત સરકાર આ મામલે કોઈપણ નક્કર પગલાં ભરતું નથી. ભોરોલ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું ને ૨૪ કલાકથી વધુનો સમય થયો છે તેમ છતાં હજુ પાણીનો પ્રવાહ પણ બંધ કરાયો નથી જેને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.બનાસકાંઠા જિલ્લાના ૬ તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદા કેનાલનું માળખું છે. જ્યારે આ કેનાલ આવી ત્યારે ખેડૂતોની અનેક આશા અપેક્ષાઓ હતી. પરંતુ કેનાલમાં થયેલો ભ્રષ્ટાચાર આજે કેનાલરૂપી અભિશાપ બન્યો છે. કેનાલમાં ગાબડું પડતા જ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. પરંતુ આ સરહદી વિસ્તાર કે જેમાં લોકો એક બુંદ પાણી માટે તરસતા હતા. પરંતુ આ કેનાલોએ તેમની પાણીની તંગી ઓછી કરી અને બંજર જમીનને જીવનદાન આપ્યું. પરંતુ આજે ભ્રષ્ટાચાર ના પાપે જે ગાબડાપડ્‌યા છે તેના કારણે પાણીનો વેડફાટ થયો છે. પાણી જ્યાં ભરાય છે તે વેડફાય નહીં તે માટે ખેડૂતો જ્યાં પાણી ભરાય છે ત્યાંથી પાણી ઉલેચી પાઇપલાઇન દ્વારા અન્ય ખેતરોમાં લઈ જઈ ગાબડાના કારણે વેડફાયેલા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. કેનાલમાં પડતા ગાબડા બાબતે થરાદના નવનિયુક્ત ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ધારાસભ્યનો આક્ષેપ છે કે જયારે કેનાલનું બાંધકામ થયું ત્યારે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. આ કેનાલમાં પડતાં ગાબડા ભ્રષ્ટાચારના પુરાવા છે. 


Download Our B K News Today App



Related News