બનાસકાંઠા SRP જવાનની કામગીરી રાજ્યમા ઝળકી, ડીજીપીએ મેડલ એનાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 12:29:44
  • Views : 1052
  • Modified Date : 2020-07-31 12:29:44

   મડાણા(ડાં) એસઆરપી કેમ્પમા છેલ્લા 10 વર્ષથી ફરજ અદા કરી રહેલા વડગામના ધોતા (લક્ષ્મીપુરા)ના એસઆરપી જવાનની કામગીરીને બીરદાવી રાજ્યાના ડીજીપીએ ડીજીપી મેડલ અને પ્રશંસાપાત્ર એનાયત કર્યું છે.કોરોના મહામારી સહિત વિવિધ આંદોલનો સમયે કાયદો વ્યવસ્થા સંભાળવા પોલીસ સાથે ખભેખભો મિલાવી ખડેપગે રહેનારા જવાનોની કામગીરીને બિરદાવવા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા ડીજીપી ચંદ્રક મેડલ, પ્રશંસાપાત્ર એનાયત કરવાનું કાર્ય શરૂ કર્યું છે. જેમાં રાજ્યના અનામત દળ જુથ-3 મડાણા(ડાં) ખાતે આવેલા એસઆરપી કેમ્પમાં છેલ્લા 10 વર્ષથી ફરજ અદા કરી રહેલા વડગામના ધોતા (લક્ષ્મીપુરા) ગામના એસઆરપી જવાન હિમ્મતસિંહ પ્રતાપસિંહ રાજપુતની કામગીરી રાજ્યમાં ઝળકી છે. રાજ્યના ડીજીપી દ્વારા તેમને ડીજીપી મેડલ સહિત પ્રશંસાપત્ર એનાયત કરાયું હતું.


Download Our B K News Today App



Related News