૧૦ - ૧૧ માર્ચના રોજ બનાસકાંઠામાં ભારે વવાજોડા સાથે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 13:23:14
  • Views : 1509
  • Modified Date : 2020-03-11 13:23:14

૧૦ - ૧૧ માર્ચના રોજ બનાસકાંઠામાં ભારે વવાજોડા સાથે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં Âસ્થતિને લઇને નજર રાખવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામ સ્વરુપે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી Âસ્થતિની અસર જાવા મળી રહી છે. હવામાનમાં આવનાર પલટા વચ્ચે ઉત્તર  ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ રહી શકે છે.  દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિ સર્જાઈ રહી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી રહી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે પારો ૩૩.૩ રહ્યો હતો જ્યારે લઘુત્તમ તાપમાન અમદવાદ શહેરમાં ૧૮.૯ ડિગ્રી રહ્યું હતું. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન ૧૫.૬ રહ્યું હતું. હવામાનમાં ફરી એકવાર પલટો આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી તા.૧૦ માર્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં કમોસમી વરસાદ પડવાની શકયતા છે. હવામાન નિષ્ણાત એવા ગાંધીનગરના અંબાલાલ પટેલના મતે, આગામી તા.૨૩મી માર્ચથી તા.૧ લી એપ્રિલ દરમ્યાન પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. આમ, ફરી વરસાદ પડવાની આગાહીને લઇ રાજયભરના ખેડૂતઆલમમાં મોટી ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે. ખાસ કરીને કમોસમી વરસાદ અને માવઠાના મારથી ત્રસ્ત ખેડૂતો પાકના મોટાપાયે નુકસાનને લઇ હવે ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. દક્ષિણ  પાકિસ્તાનમાં ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે હવામાન વિભાગે તા.૧૦ માર્ચના કમોસમી વરસાદની સંભાવના સેવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તા.૧૦ માર્ચે બનાસકાંઠા અને દ્વારકાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેની સીધી અસર ખેડૂતોના પાક પર પડી શકે છે.


Download Our B K News Today App



Related News