બનાસડેરી 3.50 લાખ પશુપાલકોને 1144 કરોડ ભાવફેર ચૂકવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:02:06
  • Views : 520
  • Modified Date : 2020-07-27 11:02:06

  બનાસ ડેરીની 52મી વાર્ષિક ઓનલાઈન સાધારણસભા રવિવારે બાદરપુરા ઓઇલ મીલ ખાતે યોજાઈ હતી.3.50 લાખ પશુપાલકો ધરાવતી અને 73 લાખ લીટર દૂધ એકત્ર કરતી ડેરીની સભા કોરોના સંક્રમણના લીધે ઓનલાઇન માધ્યમથી યોજાઇ હતી. જેમાં પશુપાલકોને 1144 કરોડ ભાવફેર આપવાની ચેરમેન દ્વારા જાહેરાત કરાઈ હતી. બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા રવિવારે ઓનલાઈન યોજાઇ હતી. બાદરપુરા ઓઇલ મીલ ખાતે યોજાયેલી સાધારણ સભામાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઇ પટેલ સહિત મર્યાદિત હોદ્દેદારો હાજર રહ્યા હતા. સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 1144 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતાં જણાવ્યું હતું કે પશુપાલકોને 16.66 ટકા લેખે 1144 કરોડનો ભાવફેર ચૂકવાશે. કિલો ફેટ દીઠ 800 રૂપિયા જેટલો ઊંચો ભાવ આપવામાં આવશે. ઉપરાંત ડેરી તેની કુલ આવકમાંથી 82 ટકા રૂપિયા પશુપાલકો પાછળ ખર્ચે છે. ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર પાંચ વર્ષમાં બમણું થઇ જતા કુલ વાર્ષિક ટર્ન ઓવર 12170 કરોડે પહોંચ્યું છે.આ ઉપરાંત ગુજરાત બહાર ચાર વર્ષના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નિર્મિત નવા 3 ડેરી પ્લાન્ટ, 4 પેકેજીંગ પ્લાન્ટ, 15 ચીલીંગ સ્ટેશનને કાર્યરત કર્યા છે. બનાસ ડેરી તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટ રૂ.800નો ભાવ ચુકવે છે.તેમજ દૂધની તમામ બનાવટો અને પ્રોડક્ટ્સ માંથી થતી કુલ આવકના 82 ટકા રૂપિયા ડેરી પશુપાલકો પાછળ ખર્ચે છે.આગામી સમયમાં આવનાર બનાસડેરીની ચૂંટણીને ધ્યાને લઇ પશુપાલકોને ખુશ કરવા ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દૂધ ઉત્પાદકોને હાલ જે ભાવ ચુકવાય છે તે ચાલુ જ રહેશે,તે ઉપરાંત વધુ 1144 કરોડ રૂપિયાનું પેકેજ ડેરી પશુપાલકોને વધારાના ચૂકવશે.

Download Our B K News Today App



Related News