સિધ્ધપુર-ડીસા એસ.ટી. બસ બંધ કરાતા હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 14:13:56
  • Views : 506
  • Modified Date : 2020-03-06 14:13:56

સિધ્ધપુર-ડીસા એસ.ટી. બસ બંધ કરાતા હાલાકી

ડીસા થી વાયા સામઢી - સુંઢા - ગઢથી સિધ્ધપુર જતી  વર્ષો જૂની બસ હતી. ગુજરાત એસ.ટી.નિગમનો ગુજરાતમાં પાયો નંખાયો તે દિવસથી આ બસ રાબેતા મુજબ ચાલુ હતી. પરંતુ  છેલ્લાં થોડાક સમયથી કોઈ અગમ્ય કારણોસર સિદ્ધપુર ડેપો દ્વારા આ બસ બંધ કરાતા આ બસમાં મુસાફરી કરતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત  રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષો જૂની માત્ર એક બસ એસ.ટી. નિગમ દ્વારા એકાએક બંધ કરી દેવાતા મુસાફરો તેમજ આ બસમાં વર્ષોથી મુસાફરી કરતા અને સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ એસ.ટી.નિગમ સામે રોષ જોવા મળી રહ્યો છે. સિધ્ધપુરથી ડીસા જતી બસ સિધ્ધપુરથી ડીસા જતા વચ્ચે આવતા અંતરિયાળ ગામો જેવા કે જુનાડીસા, સામઢી, સુંઢા, કુંભાસણ, ગઢ, ટાકરવાડા, બસુ મેતા, કકોસી, સિધ્ધપુર સહિતના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી આ બસમાં એસ.ટી. નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં પણ આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી આ બસ ખુબ જ ઉપયોગી થતી હોય આ બસને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વિદ્યાર્થીઓ તેમજ રોજીંદા મુસાફરો અને સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.  ત્યારે ગુજરાત એસ.ટી. નિગમ અને પાલનપુર ડેપો વિભાગીય નિયામક આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરી આ બસને ચાલુ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News