ભાદરવી પૂનમના મેળામાં કોરોના સંક્રમણ વધવાની ભીતિ, 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરે દર્શન પર પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 14:58:58
  • Views : 673
  • Modified Date : 2020-08-11 14:58:58

   આ વર્ષે યાત્રાધામ અંબાજીમાં આગામી 27 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આવે છે. ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય કોરોના વાઈરસ સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે, જેના ધ્યાનમાં લઇને 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર તેમજ ગબ્બર દર્શનાર્થે જવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ પદયાત્રા, પદયાત્રિકો માટેના સેવાકેમ્પો, શોભાયાત્રા જેવી તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકવા આવ્યો છે.બનાસકાંઠાના કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છેકે, અંબાજી મંદિરે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. જેમાં અંદાજે 25 લાખથી વધારે યાત્રાળુઓ દર્શાનાર્થે આવે છે. જેમાં મોટાભાગના યાત્રાળુઓ પગપાળા સંઘ સ્વરૂપે આવે છે. આ યાત્રાળુઓ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાંતાથી અંબાજી, હડાદથી અંબાજી તેમજ અંબાજી ગામના વિવિધ સ્થળોએ મંડપ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત યાત્રાળુઓ માટે વિનામુલ્યે ભોજન અને પ્રસાદની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવે છે. આ મહામેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી ગામમાં તેમજ અંબાજી આવવાના રસ્તાઓ પર એકઠાં થાય છે, જેના કારણે કોરોના સંક્રમણ વધવાની ભીતિ છે.દિર દર્શનાર્થે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પણ ખુલ્લુ રાખવામાં આવે તો શ્રદ્ધાળુંઓની મોટી સંખ્યાના પગલે દર્શન વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. તેમજ ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ ગોઠવવા જતા પોલીસ, શ્રદ્ધાળુંઓ અને ટ્રસ્ટના સ્ટાફ વચ્ચે ઘર્ષણની શક્યતા છે. મંદિર સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય પરંતુ ગામમાં કે અંબાજી આવવાના માર્ગ ઉપર આ પ્રકારની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. ગત વર્ષોના અનુભવથી ભાદરવી પૂનના મેળાના પ્રથમ અને છેલ્લા ત્રણથી ચાર દિવસ ભારે ભીડ રહે છે.

Download Our B K News Today App



Related News