ગુજરાતમાં ગુટખા, તમાકુયુક્ત પાનમસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષ પ્રતિબંધ લંબાવાયો઼

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 13:50:22
  • Views : 327
  • Modified Date : 2020-09-04 13:50:22

     રાજ્યમાં ગુટખા અને તમાકુ તથા નિકોટિનયુક્ત પાનમસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પણના પ્રતિબંધને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રતિબંધને વધુ એક વર્ષ લંબાવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધિત છે. ગુટખામાં તમાકુ કે નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહેલી છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. 11 લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવેલો છે.

Download Our B K News Today App



Related News