માંગ કરતા પુરવઠો અડધો હોવાથી બટાકા બમણા ભાવે વેચાઈ રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 13:17:07
  • Views : 2893
  • Modified Date : 2020-02-19 13:17:07

 ડુંગળી પછી હવે બટાકાની કિંમત આસમાનને આંબી રહી છે. દિલ્હીથી અનેક શહેરોમાં તેની છૂટક કિંમત પ્રતિ કિલો 25થી 30 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેનો ભાવ પ્રતિ કિલો રૂ. 12થી 15 કિલો હતો. આગામી દિવસોમાં કિંમત વધશે કે ઘટશે? આ અંગે તજજ્ઞો શું કહે છે તે જાણીએ.દેશના મુખ્યબજાર આઝાદપુર (દિલ્હી)માં આજકાલ બટાકાની રોજની આવક 1400 ટન છે જે માંગ કરતા 50 ટકા ઓછી છે. બટાકાના વેપારી પ્રવીણકુમાર અને રાજેન્દ્ર શર્માએ કહ્યું કે ગયા વર્ષે રોજ 150 ટ્રક આવી રહી હતી જ્યારે ચાલુ વર્ષે 75 ટ્રક આવી રહી છે. દેશના અન્ય બજારોમાં પણ આ જ હાલત છે. આથી ભાવ વધી રહ્યાં છે.સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલાના ડૉ. એન.કે. પાંડેય કહે છે કે અત્યારે બજારમાં ઉપલબ્ધ બટાકાની સપ્ટેમ્બરના અંતે કે ઓક્ટોબરના પ્રારંભે વાવણી કરાઈ હતી. આ કાચો પાક હોય છે. ત્યારે વરસાદ વધુ થયો. પરિણામે પાક બગડી ગયો. 15 જાન્યુઆરી પછી નવા બટાકા આવશે. પરંતુ તેનું પણ ઉત્પાદન ઓછું રહેવાની આશંકા છે.ડૉ. પાંડેય કહે છે કે ગયા મહિને ભારે વરસાદ અને કરા પડતાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. સતત વાદળ છવાયેલા હતા. સાથે જ મહત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેતા ખેતર ખરાબ કરે તેવી આશંકા છે. યુપી અને પંજાબમાં તેની અસર વધુ છે. યુપીમાં દેશના 32થી 35 ટકા બટાકાનું ઉત્પાદન થાય છે. ત્યાં નુકસાન થાય તો સ્વભાવિક છે કે 15 જાન્યુઆરી પછી આવનારા બટાકાના નવા પાકને પણ અસર થશે.કદાચ નહીં. કારણ કે યુપીમાં આ વર્ષે 5.75 લાખ હેક્ટર જમીનમાં બટાકાની વાવણી થઈ છે. જ્યારે ગયા વર્ષે 6.10 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઈ હતી. એટલે કે 35 હજાર હેક્ટર ઘટ છે. આથી અંદાજ લગાવી શકાય કે કિંમત ઘટવાની આશા ઓછી છે. ભારત બટાકાની આયાત કરતું નથી. કારણ કે હજુ સુધી કોઈ દેશ સાથે ભારતનો આવો કોઈ કરાર નથી. બીકેયુના સચિવ ધર્મેન્દ્ર મલિક કહે છે કે બટાકા બજારમાં ભલે પ્રતિ કિલો 30ના ભાવે વેચાઈ રહ્યાં હોય પણ ખેડૂતને તો આજે પણ પ્રતિ કિલો 5 રૂપિયા મળે છે. સૌથી વધુ ફાયદો વચેટિયા લઈ જાય છે. સરકાર ઇચ્છે તો વચેટિયાને કંટ્રોલ કરી શકે છે. જો કે સરકાર તેમાં હમેશા નિષ્ફળ રહે છે.હા, બની શકે કે ગોદામની વ્યવસ્થા સુધારવામાં આવે. પરંતુ એ પણ શક્ય નથી. કારણ કે પુરવઠો માંગ કરતા અડધો છે. નવો પાક અાવ્યા પછી સરકાર સુનિયોજિત રીતે માંગ અને પુરવઠાના સંતુલન વડે સંગ્રહ કરી શકે છે. આથી શક્ય છે કે બે-ત્રણ મહિના પછી કિંમતમાં થોડું નિયંત્રણ આવે. પરંતુ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે ઉત્પાદનમાં ઘટાડો થાય નહીં.

Download Our B K News Today App



Related News