181 અભયમની ટીમે ચંડીસર ગામે બાળલગ્ન અટકાવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 17:24:31
  • Views : 1800
  • Modified Date : 2020-02-19 17:24:31

પાલનપુરના ચંડીસર ગામે શુક્રવારે ઓડ પરીવારની સગીરાના બાળ વિવાહની જાણ 181 મહીલા અભયમની ટીમને થતા ટીમે ગુરૂવારે રાત્રે ચંડીસર ખાતે પહોચી સગીરાના વાલીઓને બાળ વિવાહના કાયદા સમજાવી બાળલગ્ન થતા અટકાવ્યા હતા. પાલનપુરના ચંડીસર ગામે રહેતા એક ઓડ પરીવારની દીકરી સગીર હોવા છતા બાળ લગ્નના કાયદાથી અજાણ પરીવારે સગીરાના અમદાવાદના હાથીજણ ખાતે લગ્ન નક્કી કરી દીધા હતા.અને શુક્રવારે ચંડીસર ગામમા લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા જાન માંડવે પહોચે તે પહેલા જ પાલનપુર 181 મહીલા અભયમની ટીમને ઘટનાની જાણ થઇ જતા ટીમના કાઉન્સીલર જીનલબેન પરમાર, સરોજબેન તેમજ વસનાભાઇ બાલ પ્રતિબંધક અધીકારીની ટીમ સાથે ગુરૂવારે રાત્રે જ ચંડીસર ખાતે પહોચી ગયા હતા. અને સગીરાના વાલી વારસાને બાળલગ્નના કાયદા અંગે સમજણ આપતા સગીરાના વાલીએ લગ્ન મોકુફ રાખી અમદાવાદથી આવનારી જાનને જાણ કરી અટકાવી દીધી હતી.જે બાદ અભયમની ટીમે વાલીનુ સગીર ઉંમરમા દીકરીને ન પરણાવા બાબતે નિવેદન લેતા બાળલગ્ન અટક્યા હતા.

Download Our B K News Today App



Related News