કપડાં બદલતી કિશોરીના ફોટા પાડી બ્લેકમેઇલ કરી શખ્સે દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 17:52:40
  • Views : 660
  • Modified Date : 2020-03-01 17:52:40

શંખેશ્વર તાલુકાના એક ગામની 15 વર્ષની કિશોરી કપડાં બદલી રહી હતી ત્યારે એક યુવકે ચોરી છુપીથી તેના નિર્વસ્ત્ર હાલતમાં અશ્લીલ ફોટા પાડી લઇ તેના આધારે બ્લેક મેઈલ કરી શરીર સબંધ બાંધવા માટે મજબુર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા બે માસથી આ રીતે બ્લેક મેઈલીંગ કરાયાના અંતે યુવકે અશ્લીલ ફોટો વોટ્સઅપ અને ટિકટોકમાં વાયરલ કરતા કિશોરી ભાગી પડતા પરિવારને જાણ કરી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં યુવક સામે ફરિયાદ નોંધી ફરાર યુવકની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી છે.શંખેશ્વર તાલુકાના એક ગામની 15 વર્ષની કિશોરી બે માસ પહેલા ગામની સીમમાં કપડાં બદલતી હતી તે દરમ્યાન શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામના દિનેશજી ભગુજી ઠાકોરે તેની જાણ બહાર અશ્લીલ ફોટો પાડી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરતો હતો. તે દરમ્યાન પણ તેના ફોટો પાડ્યા હતા. સતત બે માસથી ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ આપતા કિશોરીની સહનશક્તિ ખૂટી પડતા તેણે તેની કાકીને સમગ્ર હકીકત જણાવતા પરિવાર ચોકી ઉઠ્યું હતું અને કિશોરીને હિંમત આપી ગુરુવારે યુવક સામે શંખેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપીની શોધખોળ ચાલી રહી છેતપાસ અધિકારી કે બી દેસાઈએ જણાવ્યું કે હાલમાં કિશોરીનું મેડિકલ કરાવી તેનું 164 મુજબનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરાઈ છે અને આરોપી યુવક ફરાર હોઈ તેની ધરપકડ કરવા પોલીસ શોધખોળ કરી રહી છે.યુવકે ફોટા વોટ્સઅપ અને ટિક્ટોકમાં વાયરલ કર્યાકિશોરીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીની જાણ બહાર ખરાબ ફોટા પાડી બ્લેકમેઇલ કરી હતી. એ સમયના ફોટો પાડી વોટ્સઅપ અને ટિક્ટોકમાં વાયરલ કર્યા હતા .મારી દીકરીએ આ બાબતે તેની કાકીને હકીકત જણાવતાં અમને ખબર પડતાં ફરિયાદ નોંધાવી છે. આ યુવકને તાત્કાલિક પકડી ગંભીર સજા થવી જોઈએ.

Download Our B K News Today App



Related News