બાલારામ મહાદેવને શિવલિંગ આસપાસ પુષ્પ પાંખડીઓનો શણગાર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 14:33:20
  • Views : 544
  • Modified Date : 2020-08-11 14:33:20

   ચિત્રાસણી નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા બાલારામ મહાદેવ મંદિરે શ્રાવણમાસમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન મોકૂફ રખાયા છે. ત્યારે મંદિરના પૂજારી દ્વારા શ્રાવણમાસ દરમ્યાન દર સોમવારે શિવલિંગને શણગાર કરવામાં આવે છે. ત્યારે શ્રાવણમાસના ત્રીજા સોમવારે શિવલિંગ આસપાસ પુષ્પ પાંખડીઓનો શણગાર કરાયો હતો. જો કે દર્શનાર્થીઓએ સોશિયલ મિડીયામાં જ દર્શન કરી સંતોષ માન્યો હતો.

Download Our B K News Today App



Related News