બકરી ઈદ પર ગાયનું બલિદાન આપતા નહીં: મુસ્લિમ ધર્મગુરુઓની જાહેર અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 16:11:15
  • Views : 1013
  • Modified Date : 2019-08-12 16:11:15

મુસ્લિમ ધર્મગુરુઓએ એવી જાહેર અપીલ કરી હતી કે કાયદાની દ્રષ્ટિએ જે જાનવરોનો વધ કરવાનો ગુનો બને છે એેવા જાનવરનો બલિ બકરી ઇદના દિવસે આપતા નહીં. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇન્કીલાબ-એ-મિલ્લતના અધ્યક્ષ, સૂફીવાદના સમર્થક અને વરિષ્ઠ મૌલવી સૈયદ તારિક કાદરીએ કહ્યું કે ઇસ્લામ મૂળ શાંતિપૂર્ણ ધર્મ છે. ભાઇચારો અને અમન (શાંતિ ) એના પાયામાં છે. હું તમામ મુસ્લિમોને અપીલ કરું છું કે કાયદાનું પાલન કરજો અને ગાયનો બલિ બકરી ઇદના દિવસે આપતા નહીં.ઓલ ઇન્ડિયા સુન્ની ઉલેમા બોર્ડના મૌલવી સૈયદ શાહ હમીદ હુસૈન સુતારીએ કહ્યું હતું કે ગૈરમુસ્લિમ લોકો ગાયને પૂજે છે એ અને ગાયનો બલિ આપવાનું હવે ગેરકાયદે થઇ ગયું છે એટલે છેલ્લાં બે વર્ષથી અમે સતત અપીલ કરીએ છીએ કે ગાયનો બલિ આપવો નહીં. બકરી ઇદના દિવસે તમે ઘેટાબકરાનો બલિ આપી શકો છો. ગાયનો  બલિ આપીને બહુમતી લોકોને નારાજ કરશો નહીં.

Download Our B K News Today App



Related News