અમીરગઢના ખાટીચિત્રાના છાત્રોએ કલેકટર કચેરીના બગીચામાં અભ્યાસ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-21 17:40:24
  • Views : 501
  • Modified Date : 2020-01-21 17:40:24

અમીરગઢના ખાટીચિત્રાના છાત્રોએ કલેકટર કચેરીના બગીચામાં અભ્યાસ કર્યો

અમીરગઢ તાલુકાના ખાટીચિત્રા ગામે આવેલી સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે, તેમજ પુરતા ઓરડા પણ નથી. જેથી શાળાના બાળકોને અભ્યાસમાં તકલીફ પડી રહી છે. આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ ન મળતા સોમવારે ચાલુ અભ્યાસે બાળકોને પાલનપુર ખાતે રજૂઆત કરવા માટે લવાયા હતા. જ્યાં કલેકટર કચેરીના બગીચામાં છાત્રોએ અભ્યાસ કર્યો હતો. જેમની સાથે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જો પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા અમીરગઢ તાલુકાના ખાટીચિત્રા ગામે પ્રાથમિક શાળા કાર્યરત છે. જોકે, આ શાળામાં પુરતા શિક્ષકો ન હોવાથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલીઓ પડી રહી છે, બીજી તરફ બેસવા માટે પુરતા ઓરડા પણ નથી. જેથી બાળકોને બહાર બેસાડીને પણ અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. પરિણામે સોમવારે ચાલુ અભ્યાસે બાળકોને પાલનપુર ખાતે રજૂઆત કરવા માટે લવાયા હતા. જ્યાં કલેકટર કચેરીના બગીચામાં છાત્રોએ અભ્યાસ 



Download Our B K News Today App



Related News