ધારાસભ્ય ગેનીબેનને કોરોના, બનાસકાંઠામાં વધુ 14 કેસ,કાણોદરના દર્દીનું બાથરૂમમાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 11:14:25
  • Views : 1947
  • Modified Date : 2020-07-08 11:14:25

 કોંગ્રેસના વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા ગેનીબેનને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી. સ્થાનિક કક્ષાએ બતાવી દવા લીધી પરંતુ ફેર ન પડતા તેઓ સોમવારે વહેલી સવારે ગાંધીનગર પહોંચ્યા હતા.અને કોરોનાનો ટેસ્ટ કરાવતા મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર ગેનીબેનની નજીક રહેનાર અને  સંપર્કમાં આવનાર લોકોને ક્વોરેન્ટાઇન થવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપી છે." આ સાથે જ જિલ્લામાં મંગળવારે 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં પાલનપુરમાં 8 કેસો પોઝિટિવ જોવા મળ્યા હતા. જોકે પોઝિટિવ આવનાર કેસોમાં વડીલોની સંખ્યા નોંધપાત્ર રહી હતી. પાલનપુરના કાણોદર ગામના મેહેંદીપુરા વિસ્તારના રિઝવાનઅલી અજગરભાઈ પાસેરિયા(ઉ. 45)નો 3 જુલાઇએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પાલનપુર સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજ્યું હતું.આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે" દર્દીને હાઇપર બ્લડપ્રેશરની તકલીફ હતી જેના લીધે હાલત વધુ ક્રિટીકલ બની હતી. દરમિયાન પેશન્ટ સાંજે બાથરૂમ જતા મોત નિપજ્યું છે. પરિવારના સભ્યોને બોલાવીને મૃતદેહ પેક કરીને આપવાની તજવીજ હાથ ધરાઇ છે. 6 ધન્વંતરી આરોગ્ય રથને કલેકટરે લીલીઝંડી આપી હતી. જે પાલનપુરમાં 4 અને ડીસામાં 2 કન્ટેઇમેન્ટ ઝોનમાં સંક્રમણને અટકાવવા કામ કરશે.મેડીકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ,શરદી,ઝાડા,ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરશે. રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવ્યા છે.

14 પોઝિટિવની આવનારની યાદી


1. મોહંમદઅલી હસનઅલી ચારોડીયા    (ઉ.50) રહે.કાણોદર,પાલનપુર

  • 2.તળસીભાઈ કાળુભાઇ પરમાર    (ઉ.63) રહે.ભીમરાવનગર,પાલનપુર
  • 3.ઈશ્વરભાઈ મોહનભાઈ પ્રજાપતિ    (ઉ.61) રહે.અક્ષતમ 2,પાલનપુર
  • 4.મરીયમબેન અબ્દુલખાન પઠાણ    (ઉ.60) રહે.ભક્તોની લીમડી,પાલનપુર
  • 5.માધુભાઈ કરશનભાઇ પ્રજાપતિ    (ઉ.59) રહે.દેવપુરા,પાલનપુર
  • 6.ધવલકુમાર મોહનભાઈ ચૌહાણ    (ઉ.29) રહે.પાલનપુર
  • 7.હીનાબેન દીપચંદભાઈ આહુજા    (ઉ.52) રહે.હનુમાન ટેકરી,પાલનપુર
  • 8.પ્રકાશકુમાર ભગવાનદાસ ઠક્કર    (ઉ.48) રહે.મડાણા તા.પાલનપુર.
  • 9.લાલજીભાઈ રગનાથભાઈ ચૌધરી    (ઉ.45) રહે.નાંદોત્રા, તા.વડગામ
  • 10.હસમુખ ભાઈ લાલજીભાઈ દરજી    (ઉ.55) રહે.સિહોરી તા.કાંકરેજ.
  • 11.સવિતાબેન પ્રભુરામ ઠક્કર    (ઉ.71) રહે.ભાભર
  • 12.મહેન્દ્રભાઈ મુળજીભાઈ પરમાર    (ઉ.22) રહે.દાંતા
  • 13.રમેશભાઈ રામજીભાઈ સોની    (ઉ.55) રહે.વાડીરોડ,ડીસા
  • 14.ગેનીબેન ઠાકોર વાવ ધારાસભ્ય    (ઉ.43) રહે.ઠાકોરવાસ અબાસણા 

Download Our B K News Today App



Related News