બ.કાં.ની 250 ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 16:48:32
  • Views : 974
  • Modified Date : 2020-07-24 16:48:32

 દેશભરમાં કોવિડ-19ની મહામારીને પગલે લાંબા લોકડાઉનથી શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઈ ગયુ છે.ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ સાથે સાથે ફી ઉઘરાવવા મામલે વાલીઓ અને સંચાલકો આમને સામને આવી ગયા છે. સરકારના ફી માફીના નિર્ણય બાદ બનાસકાંઠા સ્વનિર્ભર શાળાના સંચાલકો ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. જો કે, પાલનપુરમાં કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું. જો કે, મંડળે દાવો કર્યો હતો કે જિલ્લામાં 250 સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે.પાલનપુર, ડીસા સહિત જિલ્લા ભરમાં મોબાઈલ, ટેબ્લેટ, કોમ્યુપ્ટર ઉપર ઓનલાઈન શિક્ષણથી દરરોજ ત્રણથી વધુ કલાક અભ્યાસથી આંખ તેમજ ગરદનને નુકશાન થતું હોવાની ફરીયાદો વચ્ચે ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યુ હતુ.ત્યાં સરકારે ફી માફી અંગે જાહેરાત કરતા જિલ્લાની 250 સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ કરી દેવાયું હતું.બનાસકાંઠા સ્વનિર્ભર માધ્યમિક સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ  કનકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ફી ના અભાવે શિક્ષકોના પગાર નથી થઈ રહ્યા.વર્ષોથી નોકરી કરતા હોય તેવા શિક્ષકોને નોકરીમાંથી છુટા કરવા પડે તેવી સ્થિતિ આવીને ઉભી રહી ગઇ છે. શિક્ષકોના પગાર, પાલિકાના વેરા, લોનનો હપ્તો સહિતના ખર્ચાઓ કોઈપણ આવક વગર કોઈને પોસાય નહીં.  આ સ્થિતિનો છેલ્લા છ મહિનાથી સામનો કરી રહ્યા છીએ. મારી સ્કૂલમાં મેં હજુ ફી લીધી નથી આવી સ્થિતિ લગભગ બધે જ છે. પાલનપુર અને ડીસા શહેરમાં ઓછી ફીમાં શિક્ષણ આપતી કેટલીક શાળાઓએ ઓનલાઈન શિક્ષણના સમયમાં કાપ મૂકવા નિર્ણય કરી રહ્યા છે.તેમણે નામ ન આપવાની શરતે સંચાલકે જણાવ્યું કે કેટલાક વાલીઓ ફી ભરી ગયા છે. નાના શહેરોમાં આવી કોઈ તકલીફ નથી. વિવાદ મોટા શહેરોમાં છે.જોકે તેમણે ફી બાબતે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.પાલનપુરના શીવનગરમાં રહેતા એક વાલીએ જણાવ્યું હતું કે "  મારે 2 બાળકો છે. તેમને ભણાવવા મોબાઈલ તેમજ ટેબલેટ પાછળ અમે રકમ ખર્ચી છે. આ વર્ષે ફી વધારો કર્યો નથી. પરંતુ ફી પ્રશ્ને કોઈ ચોખવટ ન થતા ગેરસમજો થઈ રહી છે. થોડી ઘણી ફી લઈને પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખવું જોઈએ.પાલનપુરના જયશ્રીબેન દવે નામના વાલીએ જણાવ્યું કે "મારા બંને બાળકો સિલ્વર બેલ્સ અંગ્રેજી મીડીયમ સ્કુલમાં આઠમા અને ત્રીજા ધોરણમાં ભણે છે. સરકાર સ્કૂલો બંધ કરવા માગતી હોય તો ઇંગ્લીશ મીડિયમમાં ભણતા છાત્રોનો ભવિષ્ય શું? સ્કૂલ સંચાલક અને સરકારે આ બાબતે વિચારવું જોઈએ."

Download Our B K News Today App



Related News