બનાસકાંઠામાં ગીધ બચાવવા વલ્ચર કિચન બનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 12:09:17
  • Views : 568
  • Modified Date : 2020-07-21 12:09:17

બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ગીધની વસ્તી ઘટી રહી છે. જેમાં પશુઓને અપાતી પ્રતિબંધીત ડાયકલોફીનાક દવાના વપરાશના કારણે ગીધ પ્રજાતિના નષ્ટ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી, બાલારામ અને જેસોર વન્યભ્યારણમાં અંદાજીત 71 ગીધની વસ્તી જોવા મળી છે. જે વસ્તી ટકાવવા તથા વધારવા હાલમાં દાંતીવાડા તાલુકાના રાણીટુંકના પહાડી વિસ્તારના વન્યભ્યારણમાં બનાસકાંઠા વનવિભાગે વલ્ચર કિચન ઉભું કરી ગીધની લૉંગ-બિલ્ડ અને ઇજિપ્તની પ્રજાતિને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ પ્રયોગમાં મૃત પશુઓ એકઠા કરી તેનું વેટરનરી ડોકટરો દ્વારા પરીક્ષણ કર્યા બાદ ગીધને ખોરાક માટે અપાય છે.જેથી ગીધની પ્રજાતિમાં વધારો થઈ શકે. ગીધ એ પ્રકૃતિનું સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી, માત્રને માત્ર મૃત પશુઓને જ પોતાનો ખોરાક બનાવે છે. મરેલા પશુઓમાં અસંખ્ય જીવાણુંઓ પેદા થાય છે, જે માનવ જીવન માટે ખૂબજ હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ ગીધ પ્રકૃતિએ રચેલા પરીસતંત્રનો ખૂબ જ અગત્યનો ભાગ છે અને માનવ જીવન માટે આશીર્વાદરૂપ છે.”

Download Our B K News Today App



Related News