બનાસકાંઠામાં કોરોનાથી બેના મોત સાથે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 12:02:21
  • Views : 2634
  • Modified Date : 2020-07-22 12:02:21

મંગળવારે ડીસાના પૂર્વ પાલિકા પ્રમુખના ભાઇ સહીત એક મળી બેના કોરોના પોઝિટિવની સારવાર દરમ્યાન મોત નિપજતા જિલ્લાનો કોરોના મોત આંક 35એ પહોચી ગયો છે.જ્યારે જીલ્લામા મંગળવારે વધુ 25 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનો કોરોના પોઝિટિવ આંક 592એ પહોચી ગયો છે. ડીસાના બે દર્દીઓ પૈકી એકનું અમદાવાદ સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે અન્ય એક વૃદ્ધનું ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર પોપટલાલ ભરતીયાના નાનાભાઈ તેમજ માર્કેટયાર્ડના અગ્રણી વેપારી અશોકકુમાર પોપટલાલ ભરતીયાનું અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજયું છે. જયારે બાબુલાલ છગનલાલ મહેસુરીયા નું પણ ડીસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને કન્ટેનમેન્ટ એરીયા માટે ચાર ટીમો ની રચનાજિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણ વધતા હવે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને કન્ટેનમેન્ટ એરિયાની સ્થિતિ અંગે જુદી જુદી ચાર ટીમો નું ગઠન કરવામાં આવ્યું છે જે સમગ્ર જિલ્લામાં રોજેરોજ તેમને ફાળવાયેલા તાલુકામાં કામગીરી કરશે આ ઉપરાંત ચાર ટીમોની ઉપર એક ફ્લાઇંગ સ્ક્વોડ પણ મૂકવામાં આવ્યું છે જેમાં એક મામલતદાર અને પાંચ નાયબ મામલતદાર ચારેય ટીમોની કામગીરી પર વોચ રાખશે.

નવા કન્ટેનમેન્ટ એરીયા, પાલનપુર શહેર : સોનબાગ,ટી.જી.આર.હોટલ ની પાછળ આબુ હાઇવે,શુકનગ્રીન, સિદ્ધિવિનાયક સોસાયટી, ભાલચંદભાઇ ઈશિયાનીના ઘરથી પ્રેમસિંગ ગંગાશ્રી રાજપૂત ના ઘર સુધી, ધેમરપુરા ઢુંઢીયાવાડી, સીટી સાક્ષાત અમદાવાદ હાઈવે, દેવયાની સોસાયટી આકેસણ ફાટક પાસે, માળીવાસ વીરબાઇ ગેટ, વીઆઈપી સોસાયટી,સંસ્કાર નગર જુના લક્ષ્મીપુરા, ટ્રેઝર રેસીડેન્સી ડેરી રોડ, નવદુર્ગા સોસાયટી દેવપુરા, નવજીવન સોસાયટી આબુ હાઈવે, અંબિકાનગર રામલીલા મેદાન, રિદ્ધિ સિદ્ધિ ઇલેવન આબુ હાઈવે, નંદબંગલોઝ કુબેર નગર, પટેલવાસ ગણેશપુરા, હાઈટસ ફ્લેટ્સ માન સરોવર રોડ,નવરંગ સોસાયટી માનસરોવર ફાટક પાસે ,રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ શાક માર્કેટ પાછળ, મણિભદ્ર ફ્લેટ બ્રાહ્મણ વાસ ઓડવાસ સદરપુર રોડ,પરફેક્ટ હોમ આકેસણ, સંસ્કારનગર જુના લક્ષ્મીપુરા, ચર્ચ ની સામે અંબિકા નગર

  • પાલનપુર તાલુકા: ચૌહાણવાસ , આંત્રોલી
  • ડીસા:  ચાહતબંગ્લોઝ, પુરુષોત્તમ પાર્ક, શાંતિનગર, બી.એમ.દોશી કોમ્પલેક્ષ, કેસરભાઈ જોશીનું ફાર્મ હાઉસ ભીલડી, ઘનશ્યામભાઈ ગેલોતનુ ફાર્મ હાઉસ આખોલ નાની, પટેલ સોસાયટી
  • વાવ: પારેગીવાસ,પટેલવાસ, ટડાવ વેજીયાવાસ (ખુવાડા)
  • કાંકરેજ: વિજયનગર નસરતપુરા ,શિવ નગર શિરવાડા.
  • વડગામ: ઠાકોરવાસ, ધનાલી, પરમાર વાસ, પેપોળ
  • દાંતીવાડા:પટેલવાસ ઉતમપુરા ડાંગીયા, માળીવાસ ડેમ વિસ્તાર,
  • દાંતા: નવાવાસ, પ્રજાપતિવાસ, સુથારવાસ,છાપરાવાસ, વડવેરા- ઠાકોરવાસ, કુવારસી - સેનમાવાસ
  • દિયોદર: નેસડી પરું, પ્રાથમિક શાળા ની પાછળ, કોતરવાડા સીએચસીની સામે, કોતરવાડા.

ધાનેરા હત્યા કેસના 4 ચાર આરોપી પોઝિટિવ
કોરોના સંક્રમિત યાદીમાં ધાનેરા તાલુકાના રવિ ગામના ચાર પુરોહિત શખ્સોના નામ છે. જેઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા પોલીસ દ્વારા તેમના સેમ્પલ લેવાયા હતા હત્યાના ગુનામાં અટકાયત કરાયેલા છ જણાના સેમ્પલ પૈકી ચાર જણાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

પાટણ જિલ્લામાં 20,મહેસાણામાં 18
પાટણ| પાટણ શહેરમાં મંગળવારે વધુ 10  દર્દીઓ સહિત જિલ્લામાં નવા 20 દર્દીઓ કોરોના પોઝેટીવ જણાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 478 થયો હતો. જ્યારે મહેસાણા જિલ્લામાં 18 કેસ,સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા છે. 

Download Our B K News Today App



Related News