બનાસકાંઠામાં વધુ 14ને કોરોના, પાલનપુરમાં 5, દાંતામાં 6, વડગામમાં 2 અને અમીરગઢમાં 1 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 12:27:52
  • Views : 1531
  • Modified Date : 2020-07-24 12:27:52

બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે  વધુ 14 કેસ નોંધાતાં જિલ્લામાં કુલ સંક્રમિત સંખ્યા 629 થઈ છે.જેમાં પાલનપુર 5, દાંતા 6, અમીરગઢ 1 અને  વડગામના 2 કેસનો સમાવેશ થાય છે. ગુરૂવારે 25 લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપી છે. જોકે જિલ્લામાં બુધવારે આવેલા રિઝલ્ટમાં બનાસકાંઠા ડીડીઓના રસોઈયા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડીડીઓ અજય દહીંયાં સેલ્ફ ક્વોરન્ટીન થઈ ગયા છે.ગુરૂવારે કારોબારી બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા નહોતા.અધૂરામાં પુરૂ રસોઈયા દંપતી પથિકાશ્રમમાં રસોડું ચલાવતા હતા. જ્યાં રોજે રોજે સરકારી કર્મીઓ સહિત રાજકીય કાર્યકરો અને અરજદારો જમવા આવતા હતા. જોકે દંપતિ પોઝિટિવ આવતા પથિકાશ્રમ બંધ કરી મુખ્ય માર્ગ પરની અવર જવર પર રોક લગાવાઈ કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી વાંસડા બાંધી રસ્તો બ્લોક કરી દેવાયો છે.

કોરોના પોઝિટિવ દર્દીઓના નામ
પાલનપુર ;- (1) 
રણાવાસિયા ભારતીબેન દીપકભાઈ ઉં.24,(રાજપુર), (2) ટીનાબેન વિષ્ણુસિંહ દર્ગાની ઉંમર 25 (સામઢી),(3) હંસાબેન નરેશભાઈ મેનપરા ઉંમર 27 (લુણાવ), (4) કાન્તીજી  ચગનજી બંગાલી ઉંમર ૬૦ (ચંડીસર),(5) પપ્પુબેન જયંતીભાઈ ઓડ ઉં.45,ઓડવાસ, (સદરપુર)  દાંતા ;- (6) ગુલાબસિંહ દોલતસિંહ રાજપૂત ઉંમર 60 (દાંતા), (7) નવીનભાઈ રૂપાભાઈ પરમાર ઉંમર 30 (દાંતા),(8) લલિતભાઇ લંબાભાઇ બેગડિયા ઉંમર 35 (તોરણીયા),(9) લાલજીભાઈ મોતીભાઈ પુરબીયા ઉંમર 45 (કુંડેલ), (10) તરૂણાબેન જોગાભાઈ ડુંગૈસા ઉંમર 25 (ગોઠડા), (11) ધુળાજી ભેમાજી ઠાકોર ઉંમર 70 (ગંગવા) વડગામ ;-(12) સુરેશભાઈ કાળુભાઈ પ્રજાપતિ ઉંમર 47 (મગરવાડા), (13) ભગીબેન સુરેશભાઇ પ્રજાપતિ ઉંમર 46(મગરવાડા) અમીરગઢ ;- (14) ​​​​​​​તેજરાજ હેમચંદજી જાની ઉંમર 62 (ઈકબાલગઢ)

Download Our B K News Today App



Related News