ભાજપ અગ્રણીએ બે મિત્રોની મદદથી દલિત યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ સામુહિક દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 15:46:00
  • Views : 560
  • Modified Date : 2020-02-27 15:46:00

 કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક યુવતી સાથી શરીર સંબંધ બાધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોટડાસાંગાણી પોલીસે યુવતીની ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. Dysp શ્રુતી મહેતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ IPC કલમ 363, 376 (ડી), 376 (2) (N), 504, 506 (2), 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) W, 3 (2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) બી.એ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતી ઘરે એકલી હોય ત્યારે આ ત્રણેય શખ્સો આવ્યા હતા અને અપહરણ કર્યું હતું. એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું  કે, આ અંગે ગઇકાલે ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે. તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. સામુહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલો અમીત પડાળીયા કોટડાસાંગાણી તાલુકા ભાજપનો પુર્વ મહામંત્રી છે. અમીતની માતા હાલ રામોદના સરપંચ છે. જ્યારે અન્ય શાંતિભાઇ પંચાયતનો કોંગ્રેસી સદસ્ય છે. રાજકીય માથાંઓ ગેંગરેપની ઘટનાંમાં સંડોવાયેલા હોય ચકચાર મચી છે.

Download Our B K News Today App



Related News