થરાદની હોસ્પિ.માંથી આયુષ્માન કાર્ડ કૌભાંડ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 15:40:55
  • Views : 2275
  • Modified Date : 2020-02-19 15:40:55

 થરાદના ખાનગી ડો.હિરજી પટેલની આઈડી થી નિયમ વિરુદ્ધ 60 આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા હોવાનું ગાંધીનગર આરોગ્ય વિભાગના ઓનલાઇન સર્વરમાં બહાર આવતા મામલાની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષ્યમાન મિત્ર તરીકે કામ કરતા નરેશ ચૌધરીએ તેના મિત્ર ભરત કુમરેચા સાથે મળી 60 કાર્ડ PMJAYની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી થરાદના આઈડી જે ખાનગી ડોકટરને ફળવાયેલો હતો તેનો આયુષ્માન મિત્ર નરેશ ચૌધરીના મોબાઈલ પરથી OTP મેળવીને આયુષ્યમાન કાર્ડ જનરેટ કરી લીધા હતા. સમગ્ર મામલે થરાદ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે લેટરમાં જેટલા નામ હોય તેટલાનું કાર્ડ નીકળે આમાં વધારાના નામો ઉમેરાઈ ગયા એટલે કૌભાંડ સામે આવ્યું હતું. જોકે હાલમાં ડોક્ટરની સાથેનો આયુષ્યમાન કરાર રદ કરી દેવાયો છે. થરાદમાં ખાનગી મેડીકલ પ્રેક્ટિસ કરતા હીરજીભાઈ દરગાભાઈ પટેલનું ભારત સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાણ કરાતા તેમને આયુષ્યમાન આઇડી આપવામાં આવ્યું હતું. જેથી જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લેટર વર્ષો પૂર્વે મળ્યો હોય તેઓએ લેટરના આધારે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે. થરાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા આયુષ્યમાન મિત્ર નરેન્દ્ર નાગજીભાઈ ચૌધરીએ 25 જાન્યુઆરીથી 5 નવેમ્બરના સમયગાળા દરમિયાન જુદાજુદા 60 આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હતા. તમામ કાર્ડ ઓનલાઇન બનેલા હોવાથી ગાંધીનગર આરોગ્ય વિભાગને શંકા જતા આ મામલે બનાસકાંઠા આરોગ્ય વિભાગને લેટર લખી સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું હતું. જેના પગલે 5 નવેમ્બરે થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.હરેશ જયપાલએ થરાદની આસ્થા હોસ્પિટલના ડો.હિરજી પટેલને આયુષ્યમાન કાર્ડ ખોટા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે ‘સ્ટાફના નરેન્દ્ર ચૌધરીએ તેના મિત્ર ભરતકુમાર સેનજીભાઇ કુમરેચા (રહે.કુંભાસણ, તા.પાલનપુર) એ વેબસાઇટ પર otp નંબર જનરેટ કરીને વધારાના નામો લખાવીને કાર્ડ બનાવી લીધા હતા. ઘટના બાદ ડોક્ટરે તમામ 60 કાર્ડ પરત લઈ લીધા હતા અને ઘટનાના 20 દિવસ બાદ આગથળા પોલીસ મથકે સ્ટાફના નરેન્દ્ર નાગજીભાઇ ચૌધરી અને ભરત સેનજીભાઈ કુમરેચા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જોકે થરાદ આરોગ્ય વિભાગે માત્ર આયુષ્યમાન કાર્ડનો કરાર આસ્થા હોસ્પિટલ સાથે રદ કરી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા આયુષ્માન મિત્રોને ડેટા એન્ટ્રી માટેના આઇડી આપવામા આવ્યા  છે.જેમા જરૂરીયાતના સમયે રેશન કાર્ડમા નામ હોય તેવા સભ્યોને એડ કરી શકવાના પાવર આપેલા છે.પરંતુ થરાદમા 10થી 15 નામો પ્રત્યેક કાર્ડમા ઉમેરાઇ જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ.આરોગ્ય વિભાગે 60 કાર્ડ પૈકી 51 કાર્ડ બ્લોક કરી દીધા છે.બનાસકાંઠા જિલ્લામાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1,68,757 પરિવારોને આયુષ્માન ભારતના લેટર ઇસ્યુ કરાયા હતા. જે પૈકી 1,01,612 પરિવારોએ કાર્ડ મેળવી લીધા છે.

Download Our B K News Today App



Related News